દાહોદ જીલ્લમાં રવિવારે ૯૮ કેસ પોઝીટીવ : ૧૧ લોકોના મૃત્યુ થયા

godhra-corona

દાહોદ જિલ્લામાં આજે વધુ 98 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે ત્યારે આજે વધુ  11 જેટલા દર્દીઓ કોરોના થી મૃત્યુ પામતાં જિલ્લામાં કુલ મૃત્યુઆંક 262 ને પાર કરી ગયો છે.

આર.ટી.પી.સી.આરના 1603 બેકી 62 અને રેપીડ ટેસ્ટના 785 પૈકી 36 મળી આજે ફુલ 98 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. આ 98 પૈકી દાહોદ અર્બનમાંથી 21, દાહોદ ગ્રામ્યમાંથી 12, ઝાલોદ ગ્રામ્યમાંથી 03, દેવગઢબારિયા અર્બનમાંથી 01, દેવગઢ બારીયા ગ્રામ્યમાંથી 02, લીમખેડામાંથી 01, ગરબાડામાંથી 17, ધાનપુરમાંથી 01, ફતેપુરામાંથી 25 અને સંજેલી માંથી 5 કેસ સામે આવ્યો છે. દાહોદ જિલ્લામાં વધતા કોરોના સંક્રમણ ને પગલે મૃત્યુઆંકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે આજે 11 દર્દીઓએ કોરોનાથી પોતાનો જીવ ગુમાવ્યો છે બીજી તરફ આજે આવેલા 89 પોઝિટિવ કેસોની સંખ્યાની સરખામણીમાં જ 107 લોકોએ કોરોના સામે જંગ જીતતા આ 107 લોકો સાજા થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનો કુલ આંકડો 5328 ને પાર થઈ ચૂક્યો છે.