દાહોદ,જીલ્લા રોજગાર કચેરી હસ્તકની છેલ્લા એક વર્ષની તમામ કામગીરી અને સેવાઓની જીલ્લા કલેકટર ડો હર્ષિત ગોસાવી દ્વારા સમીક્ષા કરવામા આવી જેમા જુલાઈ 2022 થી જુન 2023 સુધી રોજગાર કચેરી દ્વારા કરવામા આવેલ વિવિધ કામગીરીની સમીક્ષા કરવામા આવી હતી. રોજગાર કચેરી દ્વારા છેલ્લા એક વર્ષમા અનુબંધમ પોર્ટલ અને એન,સી,એસ પોર્ટલ પર 3000 થી વધુ ઉમેદવારોની ઓનલાઈન નામ નોંધણી કરવામા આવેલ છે. તેમજ 30 જેટલા રોજગાર ભરતી મેળા યોજીને 1888 જેટલા ઉમેદવારોને ખાનગી ક્ષેત્રમા રોજગારીની તકો પ્રાપ્ત કરાવવામા આવેલ છે. સ્વરોજગારીને પ્રોત્સાહન આપવા માટે અને જીલ્લાની લોન સહાય યોજના અને એજન્સીની માહીતી અને માર્ગદર્શન માટે 20 જેટલી સ્વરોજગાર શીબીરો યોજવામા આવેલ છે. તેમજ 60 ઉમેદવારોને સંરક્ષણ ભરતી પુર્વેની 30 દિવસની ફ્રી પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ આપવામા આવેલ છે. જેમાથી ફીઝકલ, થીયરી, મેડીકલ પરીક્ષાઓ આપીને 12 ઉમેદવારો ફાયનલ સીલેકશન થઈને અગ્નીવીર અને પેરામીલીટરી ફોર્ષમા જોડાયેલ છે.
દિવ્યાંગ ઉમેદવારોને રોજગારી મળે તે માટે વડોદરા અને ગોધરા જીલ્લા સાથે ખાસ રોજગાર ભરતી મેળા અને સ્વરોજગાર શીબીર યોજવામા આવેલ છે. રોજગાર કચેરી ના અધિકારી અને કરીયર કાઉન્સેલર દ્વારા રોજગાર કચેરીની સેવાઓ, રોજગારલક્ષી પોર્ટલ અને ઉચ્ચ અભ્યાસની તકો તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાતેમજ વિદેશ રોજગાર અને શિક્ષણ વગેરે અંગે સ્કુલ, કોલેજ, આઈટીઆઈ ખાતે 116 જેટલા સેમીનાર વેબીનાર યોજેલ છે. તેમજ રોજગાર કચેરી ખાતે પણ વ્યકિતગત અને જુથ માર્ગદર્શન પુરૂ પાડેલ છે. તેની સમીક્ષા કરવામા આવી તેમજ આગામી ઓકટોબર માસમા જીલ્લા કક્ષાએ રોજગાર નિમણુંક પત્ર વિતરણ કાર્યક્રમ યોજાનાર છે. તેમા તમામ વિભાગ કચેરી અને ખાનગી એકમો દ્વારા આપેલ રોજગારીની અને આપવામા આવનાર રોજગારીની સમીક્ષા કરવામા આવી, વધુમા કલેકટર ડો હર્ષિત ગોસાવી એ રોજગાર કચેરીના સી એન વી એકટ 1959 અને નિયમો 1960 નો તમામ સરકારી અને ખાનગી એકમો પાસેથી અમલ કરાવવા તેમજ નિયમીત રોજગાર કચેરીને 15 દિવસ પહેલા વેક્ધસી નોટીફાઈડ કરવા તેમજ ઈ આર 1 ત્રિમાસીક ધોરણે મેળવવા તેમજ રોજગાર કચેરીના માધ્યમ સીવાયની ભરતી અંગેની માહીતી મેળવવા જણાવવામા આવ્યું, તેમજ દિવ્યાંગો માટે રોજગાર સ્વરોજગારની પ્રવ્રુતી વધારવા તેમજ સ્કુલ કોલેજ આઈટીઆઈ ખાતે વોકેશનલ ટીચરો અને કરીઅર કાઉન્સેલર દ્વારા વ્યવસાય માર્ગદર્શનની પ્રવૃત્તિ વધારવાઆ તેમજ રોજગારલક્ષી અનુબંધમ અને એનસીએસ પોર્ટલ પર વધુ ઉમેદવારો રજીસ્ટર કરાવવા તેમજ એમ્પ્લોયરોનું રજીસ્ટ્રેશન કરીને વેક્ધસી પોસ્ટ કરાવવા જણાવાયુ તેમજ રોજગારના કાયદાનો ભંગ કરનાર સામે પગલા ભરવા સુચના આપવામાં આવી .
બેઠકમાં જીલ્લા રોજગાર અધિકારી અલ્પેશ ચોહાણ, સહિત જીલ્લાની રોજગાર, સ્વરોજગાર તાલીમ અને શિક્ષણ વગેરે સાથે જોડાયેલ કચેરીના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.