દાહોદ ઝાયડસ મેડીકલ કોલેજ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

દાહોદ, “વન લાઈફ વન લીવર” થીમ અંતર્ગત 28 જુલાઈ હિપેટાઇટીસ ડે ની ઉજવણીના ભાગરૂપે NVHCPકમિટી એન્ડ આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દાહોદ દ્વારા ઝાયડસ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ દાહોદ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ કેમ્પમાં ડી.ટી.ઓ. ડો.આર.ડી.પહાડીયા, ઝાયડસ હોસ્પિટલ દાહોદના ડો. ભરત હઠીલા મેડિકલ સુપ્રીન્ટેન્ડ , પ્રકાશ પટેલ સિનિયર મેનેજર, ડો. શૈલેષ કુમાર માને એન્ડ બ્લડ બેન્ક ટીમ તેમજ આરોગ્ય સ્ટાફ ઓ હાજર રહેલ. રક્તદાતાઓ દ્વારા કુલ – 40 યુનિટ બ્લડ ડોનેટ કરવામાં આવેલ છે.