દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં નવિન ફિઝીયોથેરાપી રૂમનું કલેકટરના હસ્તે કાર્યરત કરાયું

દાહોદ,તા.1/5/23નાં રોજ ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે કાર્યરત ડી.ઇ.આઇ.સી. સેન્ટર ખાતે નવીન ફિઝિયોથેરાપી રૂમનું કલેકટર ડો. હર્ષિત ગોસાવી દાહોદનાં હસ્તે કાર્યરત કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા તબીબી અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા આર.સી.એચ. અધિકારી, સી.ઇ.ઓ. ઝાયડસ હોસ્પિટલ તેમજ અન્ય હોસ્પિટલ સ્ટાફ હાજર રહેલ, કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી નાં માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલ નવીન ફીઝિયોથેરાપી રૂમમાં આવેલા નવીન સાધનો દ્વારા બાળકોની સેન્સરી તેમજ ફિઝિકલ રિસ્પોન્સ વધુ સક્ષમ બનાવી શકાશે. જન્મ થી કોઈ બાળકોને રહેલ ખોડખાંપણને દુર કરવા દાહોદ જિલ્લા માં આ પ્રથમ સેન્ટર કાર્યરત કરવામાં આવેલ છે. વધુમાં ઝાયડસ હોસ્પિટલમાં કાર્યરત સિટી સ્કેન અને એમ.આર.આઇ. રૂમની મુલાકાત કરવામાં આવી. તેમજ ઝાયડસ મેડિકલ કોલેજને લોકો માટે વધુ સુવિધાપૂર્ણ તેમજ કાર્યક્ષમ બની શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.