દાહોદ ઝાયડસ મેડીકલ કોલેજ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજયો

દાહોદ,આજરોજ આયુષ્માન ભવ:નો રક્તદાન અમૃત મોહત્સવ 17 મી સપ્ટેમ્બર2023ના રોજ ઝાયડસ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો. જેમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવતના માર્ગદર્શન થી 61 યુનિટ રકતદાન થયું તથા તાલુકા હેલ્થ ઑફિસ દેવગઢ બારીયા ખાતેથી 55 યુનિટ રક્તદાન થયું. આમ, જીલ્લામાં કુલ 116 યુનિટ રક્તદાન રક્તદાઓ દ્વારા કરવામાં આવ્યું છે. તમામ આરોગ્ય સ્ટાફ અને સૌ રક્તદાતાઓને રકતદાનના ભગીરથ વંદનીય માનવીય કાર્ય માટે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવે છે.