દાહોદ ઝાયડસ હોસ્પિટલ દ્વારા મહિલા દર્દીના પેટ માંથી 3 કિલો વજન ગાંઠનું સફળ ઓપરેશન કરાયું

દાહોદ,

દાહોદની ઝાયડસ હોસ્પિટલ દ્વારા એક મહિલા દર્દીના પેટ માંથી 3 કિલો ગ્રામ વજનની ગાઠ ઓપરેશન કરી કાઢવામાં આવી હતી. આ ઓપરેશન ખુબજ જોખમી હોવાનું તબીબો દ્વારા કહેવામાં આવ્યું છે અને સફળતા પૂર્વક આ ઓપરેશનને પાર પાડી મહિલાને નવું જીવનદાન આપવામાં આવ્યું હતું.

આજરોજ ઝાયડસ મેડીકલ કોલેજ એન્ડહોસ્પિટલ,દાહોદ ખાતે 25 વર્ષીય મહિલાને રહેવાસી મધ્યપ્રદેશના દર્દી જેઓને લાંબા સમયથી પેટની મોટી ગાઠ હતી. જેના માટે તેમણે વિવિધ હોસ્પીટલમાં બતાવ્યું હતું પછી ઝાયડસહોસ્પિટલ, દાહોદ ખાતે બતાવતા તેમને દાખલ કરીને બધી તપાસ કરાવ્યા પછી તેમને પેટમાં મોટી ગાઠ હોવાનું માલુમ પડ્યું. આ ગાઠ શરીરની મુખ્ય નસોની ઉપર હોઈ છે. ઓપરેશન દરમિયાન ખુબજ જોખમ હોય છે, પરંતુ ઝાયડસહોસ્પિટલમાં આ જોખમ લઈને સફળતાપૂર્વક ગાઠ કાઢવામાં આવી છે. જેનું વજન 3 કિલોગ્રામ વજન છે અને 25 X 10X 5 ની ચાર ગાંઠ કાઢવામાં આવી. હાલમાં દર્દીની સ્તીથી સારી છે. આ ઓપરેશન ઝાયડસહોસ્પિટલના સર્જન નિષ્ણાતો ડો. મધુકર વાઘ, ડો.કમલેશ ગોહિલ, ડો.રાહુલ પરમાર, ડો.સારવ તેમજ એનેસ્થેસિયામાં ડો.શિવાની પટેલ તથા તેમની ટીમ વડે આ સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.