દાહોદ,
દાહોદ જિલ્લા ઝાલોદ તાલુકાના લીમડી ગામમાં ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાન (C.E.D) દ્વારા લીમડી તેમજ ઝાલોદ ની આસપાસ રહેતા લોકોમાં ધંધા, રોજગાર, વ્યવસાય શરૂ કરવા તેમજ ઔદ્યોગીક જાગૃતતા લાવવા માટેની તાલીમ લોકોને આપવામાં આવી.
જેમાં તાલીમાર્થીઓને સતત 12 દિવસ સુધીની તાલીમ આપી હતી. જરૂરી ધંધાકીય માહિતી અને માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવ્યું હતું. તેમજ દાહોદના ખરેડી ખાતે આવેલ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (G.I.D.C) ખાતે આવેલ વિવિધ ઉદ્યોગો, ફેકટરીઓની મુલાકાત લઈ તાલીમાર્થીઓને ઉદ્યોગોમાં કાર્યરત વિવિધ પ્રકારની મશીનરી તેમજ ત્યાંથી ઉત્પાદન થતી પ્રોડક્ટો વિશે સંપૂર્ણ માહિતી સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.