દાહોદ તાલુકાના ખંગેલા ગ્રામ પંંચાયતના હાલના સરપંચ અને સભ્યને બે કરતા વધુ બાળકો હોવાને લઈ ગેરલાયક ઠેરવાતા ખળભળાટ

દાહોદ તાલુકા પંચાયતમાં સમાવેશ ખંગેલા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ અને વર્તમાનમાં સરપંચના ચાર્જમાં રહેલા મહિલા સભ્ય તથા અન્ય એક સામાન્ય સભ્ય મળી કુલ બે સભ્યોને બે કરતા વધુ બાળકો હોવાનું સાબિત થતા બંનેને તાલુકા વિકાસ અધિકારી એ તપાસના અંતે ગેર લાયક ઠેરવ્યા છે ઇન્ચાર્જ સરપંચ અને વોડ નંબર-9ના સભ્યને ગેરલાયક ઠેરવતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે.

દાહોદ તાલુકા ના ખંગેલા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ મેડા કાંતાબેન ગેલ્યાભાઈ કે જેઓ હાલ ઇન્ચાર્જ સરપંચ તરીકે હોદ્દો ભોગવે છે તથા આ જ ખંગેલા પંચાયતના વોર્ડ નંબર-9ના સભ્ય મેડા તેજીયાભાઈ ગોરચંદભાઈ બંને સામે મનુભાઈ વસનાભાઈ મેડાએ અરજી કરી અને બંને લોકો બે કરતાં વધુ બાળકો ધરાવતા હોવાનું જણાવી અને પુરાવાઓ દાહોદના તાલુકા વિકાસ અધિકારી ચૌધરીને આપતા ઝીણવટભરી તપાસ અને પુરાવાઓને આધારે કાંતાબેનને સરકારના પરિપત્ર અનુસાર 2005 પછી પણ બાળક પ્રાપ્ત થયા હોય તેઓને ચાર બાળકો હોવાનું જણાઈ આવ્યું હતું, તો વોર્ડ નંબર-ના સભ્ય મેળા તેજીયાભાઈ ગોરચંદને પણ બે કરતાં વધુ બાળકો હોવાનું જણાઈ આવતા વિકાસ અધિકારી ચૌધરીએ આજે બંનેને ગેરલાયક ઠેરવતો હુકમ કરતા દાહોદ પંથકના રાજકારણમાં ખળભળાકટ મચી જવા પામ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ખંગેલા ગ્રામ પંચાયત ભૂતકાળમાં પણ વિવાદોમાં રહી છે અને જે તે સરપંચ સામે સભ્યઓએ અવિશ્વાસની દરખાસ્ત કરી અને અન્ય કારણો સાથે તેને સરપંચ પદેથી દૂર કરતા આંતરિક રાજકારણને કારણે અન્ય બે સભ્યોને ભોગ બનવું પડ્યું હોવાનું પણ ચર્ચા રહ્યું છે. ત્યારે એ પણ એટલું જરૂરી છે કે 2021 માં થયેલી ચૂંટણી પછી આદિન સુધી આ સભ્યોને બાળકો વધારે હોવાનું કેમ બહાર ના આવ્યું. તે પણ તપાસ માંગતો વિષય હોવાનું લાગી રહ્યું છે.