- દાહોદ થી ગોધરા જઈને રેડ ક્રોસ ભવન ખાતે પ્લાઝમા રક્તદાન કર્યું
- રમજાન માસ ચાલતો હોય રોજા તોડીને પણ માનવતાની મદદ માટે દોડતો યુવક
દાહોદનો ગોધરા રોડ સેફટી નગરમાં રહેતા દાઉદી વ્હોરા સમાજ નો નવયુવક હાતીમભાઈ શબ્બીરભાઈ મંડોરવાલા જાન્યુઆરી 2021 માં કોરોના પોઝિટિવ આવેલા હતા ને ત્યારબાદ નેગેટીવ રિપોર્ટ આવ્યો હતો.
તેઓને સોશિયલ મીડિયા મારફતે ખબર પડે હતી કે ગોધરા મુકામે રહેતા હિન્દુ મહિલા બેન પ્રેમીલાબેન મોડી ને O પ્લાઝમા ની જરૂરત હોય દર્દીના સગા સંબંધીને ફોન કરીને પ્લાઝમા ડોનેટ કરવા માટે રમજાન માસ ચાલતો હોય રોજો તોડી ને પણ દાહોદ થી ગોધરા જઈને રેડક્રોસ ભવન પ્લાઝમા ડોનેટ કરતા માનવતા મહેકી ઊઠી હતી દાઉદી વ્હોરા સમાજના યુવકે હિન્દુ સમાજની મહિલા ને સમાજની મહિલા ને પ્લાઝમા ડોનેટ કરતા હાતીમ ભાઈ ખુશી અને ગર્વ અનુભવી રહ્યા છે કે રમઝાન માસના પવિત્ર મહિનામાં હિન્દુ બહેન ને મેં મદદ કરી આમ પ્લાઝમા ડોનેટ કરીને માનવતાનું ઉદાહરણ પૂરુ પાડેલ છે આવા કોરોના કાલની બીમારી ના સમયગાળામાં અને રમજાન માસમાં રોજુ તોડીને પણ નાત જાત જોયા વગર દાહોદ થી ગોધરા જઈને મદદ કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે