દાહોદ,
ગત તા.6ના રોજ અમદાવાદ ખાતે રેલ્વે જનરલ મેનેજર અને ડી.આર.એમ.વડોદરા સાથે ગુજરાત રાજયના લોકસભા તથા રાજયસભા સાંસદોની રેલ્વેના પડતર પ્રશ્ર્નો અંગે ચર્ચા થઈ હતી. જેમાં છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ અને પંચમહાલ જિલ્લાના રેલ્વેના મુદ્દાઓ ઉપર ચર્ચાઓ થઈ હતી. જેમાં રાજયસભાના સાંસદ અને છોટાઉદેપુરના સાંસદે વિવિધ પ્રશ્ર્નોની રજુઆત કરી હતી. જેમમાં દાહોદ-ઈન્દોૈર વાયા ધાર બ્રોડગેજ લાઈનનુ કામ 2023માં પુર્ણ થવાની શકયતાઓ રહેલી છે. વડોદરા, ડભોઈ, છોટાઉદેપુર, અલીરાજપુર, ધાર બ્રોડગેજ લાઈનનુ કામ સંપુર્ણપણે 2027માં પુર્ણ થવાની સંભાવનાઓ છે. અંકલેશ્ર્વર-રાજપીપળા બંધ થયેલી પેસેન્જર ટ્રેનને રાજપીપળાથી વાયા અંકલેશ્ર્વર, સુરત થઈ ભુસાવલ સુધી લંબાવી પર્યટકોને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો લાભ આપવા ખાતરી આપી હતી. જયારે ડભોઈ, બોડેલી, છોટાઉદેપુર, અલીરાજપુર અને રાજપીપળા રેલ્વે સ્ટેશનો ઉપર પેસેન્જરોને ટિકીટ બુકિંગની સુવિધા આપવા પણ ખાતરી આપી હતી. ડભોઈ તાલુકાના પલાસવાડા અને બોડેલી તાલુકાના ઢોકલીયા ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવવાની પણ તૈયારી ચાલી રહી હોવાનુ જણાવ્યુ હતુ. તથા આ રૂટ પર ગુડ્ઝ શેડ બનાવવાની ચર્ચા કરાઈ હતી. ઉપરાંત વડોદરા અઅને છોટાઉદેપુર જિલ્લાના રેલ્વે સ્ટેશનોને હેરિટેજ બિલ્ડિંગ બનાવવા ખાતરી આપી હતી.