
ગોધરા શહેરના કાનસુધી અને ચંચેલાવ રેલવે સ્ટેશન વચ્ચે આવેલા રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે અજાણ્યા ઇસમનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ રેલવે પોલીસને થતાં તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને લાશ પર કબજો મેળવી અને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલ તો પોલીસે અકસ્માતે મોત અન્વયે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગોધરા રેલવે પોલીસમથકના એએસઆઇ દીપસિંહ કેસરીસિંહ એ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, એક અંદાજિત 30 વર્ષીય અજાણ્યો ઇસમ આજરોજ ગોધરા શહેરના કાનસુધી અને ચંચેલાવ રેલવે સ્ટેશન પરથી પસાર થતી દાહોદ વડોદરા મેમુ ટ્રેનની અડફેટે આવી જતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસને બનાવની જાણ થતાં અજાણ્યા વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો હતો.
પોલીસ દ્વારા અજાણ્યા વ્યક્તિના મૃતદેહની ઓળખ કરવા પ્રયત્નો હાથ ધર્યા હતા. જેમાં એક અજાણ્યો પુરુષ (ઉં.વ.30)ના બદનમાં સફેદ કલરનું આખી બાયનું શર્ટ અને કાળા કલરનું જેકેટ તથા કમરે બ્લુ કલરનું જિન્સપેન્ટ પહેર્યું છે. રંગે ઘઉંવર્ણનો ઉંચાઇ 5*5 અને મધ્યમ બાંધાનો છે તો હાથ પર નામ છૂંદરાયેલું છે.