દાહોદ વ્હોરા સમાજના 1200 થી વધુ લોકો ગલીયાકોટ પદયાત્રા કરી પરત ફરવા રવાના

દાહોદ,

દાહોદથી વ્હોરા સમાજના 1200થી વધુ લોકો ફતેપુરાથી રાજસ્થાનના ગલીયાકોટ સુધી પદયાત્રાએ જવા રવાના થયાં હતાં.

દર વર્ષની જેમ આ વર્ષે પણ દાહોદ જિલ્લાના 1200થી વધુ વ્હોરા સમાજના લોકો દાહોદથી ફતેપુરાથી રાજસ્થાનના ગલીયાકોટ પદયાત્રાએ જવા નીકળ્યાં હતાં. આ યાત્રા છેલ્લા 25 વર્ષથી નીકાળવામાં આવે છે. આ પદયાત્રાનો મુખ્ય હેતુ ભારત દેશમાં શાંતિ બની રહે તે માટે છે. લગભગ 30 ગામોમાંથી વ્હોરા સમાજના લોકો જોડાયાં છે. ગલીયાકોટમાં પોતાની ધાર્મિક વિધી પતાવી પરત દાહોદ આવવા રવાના થશે.