દાહોદ યુનિયન બેંકમાં પાસબુક એન્ટ્રીનું મશની બંધ રહેતા મેનેજમેન્ટને નોટીસ


દાહોદ,
ગ્રાહક સુરક્ષા મંડળ દાહોદ દ્વારા યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા દાહોદ શાખા ખાતે પાસબુકની એન્ટ્રી પાડવાનું મશીન ઘણા સમયથી બંધ રહેતા, બ્રાન્ચ મેનેજરને નોટીસ આપવામાં આવી. દાહોદ ખાતેની યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ખાતે ઘણા સમયથી ખાતા ધારકો પાસબુકની એન્ટ્રી પડાવવા જાય છે. ત્યારે બેંકના કર્મચારીઓ મશીન બંધ છે એન્ટ્રી નહીં પડે, થોડા દિવસ પછી આવજો તેમ કહેવામાં આવે છે, પાસબુકમાં એન્ટ્રી પાડવાનું મશીન છેલ્લા છ મહિનાથી બંધ હાલતમાં છે, ગ્રાહકો પરેશાન થઈ રહ્યા છે. એન્ટ્રીના અભાવે પોતાની ખાતાની નાણાંકીય પરિસ્થિતિ જાણી શકતા નથી. અંગે ગ્રાહક સુરક્ષા મંડળ દાહોદ દ્વારા દાહોદ બ્રાન્ચ મેનેજરને નોટીસ પાઠવવામાં આવી છે. મશીન ચાલુ નહીં થાય તો બેંકની સેવાની ખામી ધ્યાનમાં લઈ ગ્રાહક સુરક્ષા ધારા અન્વયે જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તે અંગે લેખિત નોટીસ પાઠવવામાં આવી હતી.