દાહોદ,
દાહોદ તાલુકાના ધામરડા વચ્ચે આવેલ રેલ્વે ટ્રેક પર એક ટ્રેનની અડફેટે એક 21 વર્ષીય યુવક આવી જતાં યુવકનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળ પરજ મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
આજરોજ વહેલી સવારના સમયે દાહોદ તાલુકાના ધામરડા ગામેથી પસાર થતાં રેલ્વે ટ્રેક પરથી એક ટ્રેનની અડફેટે દાહોદ જીલ્લામાં રહેતાં 21 વર્ષીય બારીઆ ગામીત સવસીંગભાઈ ચાલુ ટ્રેનની અડફેટે આવી જતાં ગામીતભાઈને માથાના ભાગે, શરીરે હાથે પગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓનું ઘટના સ્થળ પરજ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ રેલ્વે પોલીસને થતાં રેલ્વે પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતક યુવકના મૃતદેહનો રેલ્વે પોલીસે કબજો લઈ નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હતાં. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતા. ત્યારે મૃતક યુવકના પરિવારજનોને જાણ થતાં પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી ગયાં હતાં અને મૃતક યુવકના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.આ સંબંધે રેલ્વે પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.