દાહોદ,છેલ્લા બે વર્ષથી દાહોદ ટાઉન વિસ્તારના મર્ડરના ગુનામાં નાસતા ફરતા આરોપી પિતા-પુત્રને દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસે મોરબી નવલખી પોર્ટ ખાતેથી ઝડપી પાડી જેલ ભેગો કર્યાનું જાણવા મળે છે.
દાહોદ જીલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓ તેમજ અન્ય ગુન્હાહિત પ્રવૃત્તિઓ કરતા આરોપીઓને ઝડપી પાડવા માટે દાહોદ જીલ્લા પોલીસવાળાની સૂચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જીલ્લા પોલીસ કામગીરી કરી રહી છે. ત્યારે દાહોદ એ ડિવિઝન પોલીસને મળેલ બાતમીના આધારે ગત વર્ષ તારીખ 17મી એપ્રિલ 2021 ના રોજ દાહોદ ટાઉન વિસ્તારમાં મર્ડર થયું હતું. જેના આરોપી પિતા-પુત્ર રાજુભાઈ રજનીકાંત સંગાડા અને કરણભાઈ રાજુભાઈ સંગાડા (બંને રહે. દાહોદ, હાટડી ફળિયુ, તા.જી.દાહોદ)ને ટેકનિકલ સોસના માધ્યમથી નવલખી પોર્ટ ખાતેથી ઝડપી પાડી દાહોદ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.