દાહોદ,દાહોદ શહેરના રાજ ટાવર પાસે અક્ષર વન ફલેટમાં રમાતા શ્રાવણીયા જુગાર પર ગતમોડી રાતે બી ડીવીઝન પોલીસે ઓચિંતો છાપો મારી સ્થળ પરથી તથા અંગ ઝડતીમાંથી મળેલ કુલ રૂપિયા 57 હજાર ઉપરાંતની રોકડ, પત્તાની કેટ તથા છ જેટલા મોબાઈલ ફોન મળી રૂપિયા 1,60,130ના મુદ્દામાલ સાથે છ જેટલા ખેલીઓને ઝડપી પાડ્યાનું જાણવા મળ્યું છે.
શ્રાવણ માસ શરૂ થતાં જ દાહોદ શહેર સહિત જીલ્લામાં શ્રાવણીયા જુગારની મોસમ ખીલી ઉઠી છે. તેવા સમયે દાહોદ શહેરના રાજ ટાવર પાસે અક્ષરવાન ફલેટમાં ધવલભાઈ સુનીલભાઈ અગ્રવાલના મકાનમાં શ્રાવણીયો જુગાર રમાતો હોવાની બાતમી દાહોદ બી ડીવીઝન પોલીસને મળી હતી. જે બાતમીના આધારે દાહોદ બી.ડિવિઝન પોલીસની ટીમ ગતમોડી રામતા સવાત્રણ વાગ્યાના સુમારે બાતમીમાં દર્સાવેલ રાજ ટાવર પાસે અક્ષરવન ફલેટમાં રહેતા ધવલભાઈ સુનીલભાઈ અગ્રવાલના મકાનમાં રમાતા શ્રાવણીયા જુગાર પર ઓચિંતો છાપો મારી જુગાર રમી રહેલા ધરધણી ધવલભાઈ સુનીલભાઈ અગ્રવાલ દાહોદ પ્રસારણ નગરમાં રહેતા સંતોષભાઈ બાબુલાલ ખંડેલવાલ, દાહોદ, ચાકલીયા રોડ, કાર્તીકે સોસાયટીમાં રહેતા સ્મીથભાઈ નયનેશભાઈ શાહ, ગોવિંદનગર, લાલ ગોડાઉન પાસે રહેતા તરંગભાઈ અજયભાઈ પાટીલ, દાહોદ ગોદીરોડ, ગુરૂકુપા સોસાયટીમાં રહેતા ઓમપ્રકાશ જયરામભાઈ લાલવાણી તથા દાહોદ નવકાર નગરમાં રહેતા ઉત્સવભાઈ જયેશભાઈ અગ્રવાલને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પર દાવપરથી રૂા.25,260ની રોકડ, પકડાયેલા તમામ અંગઝડતીમાંથી રૂા.31,870ની રોકડ તથા રૂા.1,03,000ની કુલ કિંમતના 6 મોબાઈલ ફોન તથા પત્તાની કેટ નંગ-1 મળી કુલ રૂા.1,60,130ના મુદ્દામાલ પકડી પાડી કબજે લઈ જુગારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.