દાહોદ થી રાજસ્થાન જતા દેપાડા નેશનલ હાઇવે પર ફરી વળ્યા વરસાદી પાણી

કરોડોના ખર્ચે બનાવેલ નેશનલ હાઈવે પાણીમાં દાહોદ થી રાજસ્થાનને જોડતા માર્ગ પર દેપાડા ગામે રોડ નીચાણવાળો હોવાથી ફરી વળ્યા. વરસાદી પાણી રોડ પર ફરી વળતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે તૂટેલા રોડ અને ખાડા ટેકરાને લઈ વાહનચાલકોની પડી ગયેલ નંબર પ્લેટો મળી આવી. ઠેર ઠેર રોડ પર ખાડા અને હવે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોમાં ભારે રોષ.