દાહોદ તાલુકાના રળીયાતી સાંસીવાડમાં ખુલ્લી જગ્યામાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા : 7 ખેલીઓ ઝડપાયા

દાહોદ,દાહોદ તાલુકાના રળીયાતી ગામે સાંસીવાડમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં ધમધમતા જુગારધામ ઉપર પોલીસ ત્રાટકતા જાહેરમાં જુગાર રમતા જુગારીયાઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા અને પોલીસે સાત જુગારીયાઓને દબોચી લીધા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે રળીયાતી ગામના સાંસીવાડમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ભેગા મળી જાહેરમાં પાના પત્તા વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે. તેવી બાતમીના આધારેએ ડિવિઝન પોલીસે આયોજનબદ્ધ રીતે રળીયાતી ગામના સાંસીવાડ વિસ્તારમાં રેડ કરતા કેટલાક ઈસમો ભેગા મળી ગોળ કુંડાળું વળી જાહેરમાં જુગાર રમી રહ્યા હતા અને પોલીસને દેખી ભાગવા જતા જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા અને પોલીસે સાત જુગારીઓને રંગે હાથ ઝડપી લીધા હતા અને દાવ પર લાગેલા તેમજ તેમની અંગ ઝડતી દરમિયાન પોલીસે રોકડ 900/- રૂપિયા સાથે જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. જેમાંથી ચેતનભાઇ ખીચડીયાભાઈ સિસોદિયા રહેવાસી દર્પણ સિનેમા રોડ દાહોદ, પ્રકાશ મગન ભાણા રહેવાસી રળીયાતી, શ્યામભાઇ મગનભાઈ ભાણા રહેવાસી રળીયાતી, પપીયા માંગીલાલ સાંસી રહેવાસી રળીયાતી, રાકેશ પૂનમ સાંસી રહેવાસી રળીયાતી, ડેબરા ભગાભાઈ સાંસી રહેવાસી દેલસર સિંગલ ફળ્યું, અને હરિભાઈ ગબુભાઈ સાંસી રહેવાસી દેલસર સિંગલ ફળિયુ, આ તમામ સાત જુગારીઓને રંગે હાથ એ ડિવિઝન પોલીસે જુગાર રમતા ઝડપી પાડી તેમની પાસેથી જુગાર રમવાના પાના પત્તા તેમજ અંગ ઝડતી અને દાવ પર લાગેલા 900/- રૂપિયા રોકડા સાથે ઝડપી એ ડિવિઝન પોલીસે જુગાર ધારા મુજબનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.