- દાહોદ તાલુકા પોલીસ મથકના એ.એસ.આઈ. નારણભાઇ સંગાડા વતી લાંંચ લેતાં વોટરેમન (પટાવાળો)એસીબીમાં છટકામાં સપડાયો.
દાહોદ, દાહોદ તાલુકામાં આવેલ દાહોદ રૂરલ પોલીસ મથકના એએસઆઈ તથા વોટરમેન (પટાવાળા) દ્વારા એક વ્યકિતના જામીન કરાવવા માટે જાગૃત નાગરિક પાસેથી 10,000/-રૂપીયાની લાંંચની માંગણી કરી હતી. લાંચની રકમ આપવા ન માંગતા અરજદારે દાહોદ એસીબીનો સંંપર્ક કરી ફરિયાદ કરતાં એસીબીએ દાહોદ રૂરલ પોલીસ મથકે છટકું ગોઠવી વોટરમેન (પટાવાળા)ને 10 હજારની લાંચ લેતાં રંગેહાથે ઝડપી પાડતા જીલ્લાના પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
દાહોદ તાલુકાના તાલુકા પોલીસ મથકના વર્ગ-3ના એએસઆઈ નારણભાઇ રસુલભાઇ સંગાડા તથા પોલીસ મથકમાં વોટરમેન (પટાવાળા) તરીકે રાયજીભાઇ રાવત જે પોલીસ મથકમાં ફરજ બજાવતા હોય આ પોલીસ મથકમાં જાગૃત નાગરિકના ભાભાીએ તેમના બીજા ભાઇ વિરૂદ્ધ પોલીસ મથકે અરજી કરેલ હોય એ અરજીમાંં અરજદાર જાગૃત નાગરિકના જામીન થઈ ગયા હતા. જે જામીન કરાવવાના અવેજ પેટે 10,000/-રૂપીયાની લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ અરજદાર આપવા માંગતા ન હોય જેથી એસીબીના ટોલ ફ્રી 1064 ઉપર એસીબીનો સંંપર્ક કર્યો હતો. એસીબીને થતાં ગાંધીનગરની ટીમ દ્વારા દાહોદ રૂરલ પોલીસ મથકમાં લાંચ માંગતા એએસઆઈને ઝડપી પાડવા માટે છટકું ગોઠવામાં આવ્યુંં હતું. જેમાં અરજદાર સાથે એએસઆઈ નારણભાઇ સંગાડા તથા વોટરમેન (પટાવાળા) દ્વારા 10,000/-રૂપીયાની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો. ગાંધીનગર એસીબીના હાથે લાંચ લેતા પટાવાળા ઝડપાઈ જતાં તાલુકા પોલીસ મથકના અજાણ કર્મચારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. એએસઆઈ વતી લાંચ લેતા પટાવાળો ઝડપાઈ જતાં આ બાબતે ગાંધીનગર એસીબી પોલીસના પી.આઈ. એચ.પી.ચાવડા દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.