દાહોદ તાલુકાના વાંદરીયા ગામે રહેતી 42 વર્ષિય પરણિતાએ પોતાના પતિ તથા સાસરીયાઓના ત્રાસથી વાજ આવી મહિલા પોલીસ મથકે ન્યાયની માંગણી સાથે ફરિયાદ

ગરબાડા, હાલ પોતાના પિયરમાં ગરબાડા તાલુકાના ભીલવા ગામે હોળી ફળિયામાં રહેતાં 42 વર્ષિય ભારતીબેન નરસુભાઈ ગણાવાના લગ્ન તારીખ 26.04.2021ના રોજ દાહોદ તાલુકાના વાંદરીયા ગામે નિશાળ ફળિયામાં રહેતાં સુનીલભાઈ ધનસુખભાઈ ઓહનીયા સાથે સમાજના રિતી રિવાજ મુજબ થયાં હતાં. પરણિતા ભારતીબેનને તેના પતિ તથા સાસરીપક્ષના ધનસુખભાઈ ચીમનભાઈ ઓહનીયા અને વરદીબેન ધનસુખભાઈ ઓહનીયા દ્વારા પાંચ માસ જેવુ સારૂ રાખ્યાં બાદ તેઓનું પોત પ્રકાશ્યું હતું અને પરણિતા ભારતીબેનને અવાર નવાર મેણા ટોણા મારી, ઝઘડો તકરાર કરી, બેફામ ગાળો બોલી શારિરીક અને માનસીક ત્રાસ આપતાં હતાં. પરણિતા ભારતીબેન સાથે મારઝુડ કરી છુટાછેડા આપી દેવાની ધમકીઓ પણ આપતાં હતાં. આવા અમાનુસી ત્રાસથી વાજ આવેલ પરણિતા ભારતીબેન નરસુભાઈ ગણાવાએ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.