દાહોદ, દાહોદ શહેરના મોટીઘાંચીવાડા વિસ્તારમાં રહેતાં 06 જેટલા બાળકો દાહોદ તાલુકાના નસીપુર ગહામે આવે નદીમાં આજરોજ બપોરના સમયે ન્હાવા માટે ગયાં હતાં. આ બાળકો ન્હાવા માટે નદીમાં ઉથરતાની સાથે 06 પૈકી 02 બાળકો નદીના પાણીમાં ડુબવા લાગ્યાં હતા. જેને પગલે અન્ય બાળકોએ બુમાબુમ કરી મુકતાં આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. બંન્ને બાળકોને નદીના પાણી માંથી બહાર કાઢવા માટે સ્થાનીક તરવૈયાઓ દ્વારા નદીમાં છલાંગ લગાવી હતું, પરંતુ બે બાળકો પૈકી મોહનીસન ભુંગા નામક બાળક નદીના ઉંડા પાણીમાં ગરકાવ થઈ જવાને કારણે તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે તેની સાથેના બાળકને બચાવી લેવામાં આવ્યો હતો. મૃતક બાળકના મૃતદેહને નદીના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબજો લઈ નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હતાં. ઘટનાને પગલે મૃતક બાળકના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.