દાહોદ,દાહોદ તાલુકાનાં કોટડા અને ખૂંટખેડા ગામે મંદિર નિર્માણનું ખાતમુહૂર્ત દાહોદ સ્થિત રામાનંદ પાર્કનાં મહંત 1008 મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજનાં કરકમલો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો સહિત હિંદુ સંગઠનનાં કાર્યકર્તાઓ, સરપંચો અને તાલુકા સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતાં.
આ પ્રસંગે મહારાજશ્રી એ વક્તવ્ય આપતાં જણાવ્યું હતુ કે હિંદુ સમાજનું અસ્તિત્વ સંસ્કૃતિ, મંદિર અને સંતો પર આધારિત છે, તેથી વધુંમાં વધું મંદિર બને અને ગામની એકતા, અખંડિતતા જળવાઈ રહે, અને ગ્રામિણ વિસ્તારનાં આસ્થા સમા ડુંગરદેવ, બાબાદેવ, ગામદેવતા જેવાં પ્રાચીન ઉપાસનાનાં પ્રતિક એવાં સ્થાનકોના વિકાસનો વ્યાપ વધે અને આદિવાસી સમાજની સંસ્કૃતિ ટકી રહે તથા આ ઉપાસના પદ્ધતિનો સાંસ્કૃતિક વારસો આવનારી પેઢીને પણ મળતો રહેએ આજનાં સમય ની માંગ છે. સમસ્ત ગામવાસીઓએ પણ મહારાજજીનાં આશિર્વાદ મેળવી મંદિર નિર્માણ કાર્યમાં મદદરૂપ થવાં બદલ આભાર વ્યક્ત કર્યો હતો.