દાહોદ તાલુકાના ખરોદા ગામેથી રૂરલ પોલીસે મોટરસાઇકલ પર લઈ જવાતો 75 હજારના ઉપરાંતના વિદેશી દારૂ સાથે ખેપીયો ઝડપાયો

દાહોદ,દાહોદ રૂરલ પોલીસ તારીખ 30મી એપ્રિલના રોજ દાહોદ તાલુકાના ખરોદા ગામે પેટ્રોલિંગ હાથ ધરી રહી હતી. તે સમયે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર નયનસિંહ પરમારને બાતમી મળી હતીકે ખરોદા ગામના થાણા ફળીયાના રોડ ઉપરથી એક ઈસમ મોટરસાઇકલ પર વિદેશી દારૂ લઈને જઈ રહ્યો છે. તેવી બાતમીના આધારે પોલીસે તે બાતમીવાળી નંબર વગરની પલ્સર મોટરસાઇકલ આવતા તેને રોકાવી ઝડપી લીધી હતી. જેમાંથી પોલીસને ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ બોટલો 275 નંગ મળી આવી હતી. જેની કિંમત રૂપીયા 35,340 રૂપિયાનો વિદેશી દારૂ તેમજ દારૂની હેરફેરમાં લીધેલી મોટરસાઇકલ જેની કિંમત 40 હજાર મળી કુલ 75,340 રૂપિયાનો વિદેશી દારૂનો મુદ્દામાલ પોલીસે ઝડપી અને ઝડપાયેલા ઈસમનું નામ મયંક રમેશભાઈ ભુરીયા રહેવાસી ખરોદા ટાંડા ફળિયુનો હોવાનું જણાવ્યું હતું. ત્યારે રૂલર પોલીસે તેની પાસેથી વિદેશી દારૂમાં હેરફેરમાં લીધેલી મોટરસાયકલ તેમજ વિદેશી દારૂનો કબજો મેળવી તે ઈસમ સામે પ્રોહી અંગેનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.