દાહોદ,
દાહોદ તાલુકાના જેકોટ ગામેથી ઘરના આંગણે લોક મારી પાર્ક કરેલ ક્રુઝર ફોર વ્હીલર ગાડી ચોરી થયાંનું જાણવા મળે છે.
ગત તા. 28મી જાન્યુઆરીના રોજ જેકોટ ગામે ટેકરા ફળિયામાં રહેતાં જીતેન્દ્રકુમાર લક્ષ્મણભાઈ વણઝારાએ પોતાના ઘરના આંગણે પોતાની ક્રુઝર ફોર વ્હીલર ગાડી લોક મારી પાર્ક કરી હતી. આ ક્રુઝર ફોર વ્હીલર ગાડી કોઈ અજાણ્યા ચોર ઈસમોએ ક્રુઝર ફોર વ્હીલર ગાડીનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે જીતેન્દ્રકુમાર લક્ષ્મણભાઈ વણઝારાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.