દાહોદ તાલુકાના ગમલા ગામે આત્મા પ્રોજેક્ટ, દાહોદ દ્વારા કિસાન ગોષ્ટી યોજાઈ

  • ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની મહત્વતા સમજાવવામાં આવી.

દાહોદ, દાહોદ તાલુકાના ગમલા ગામે આત્મા પ્રોજેક્ટ દાહોદ દ્વારા કિસાન ગોષ્ટી યોજવામાં આવી હતી. પ્રાકૃતિક કૃષિની પહેલએ ખેતીની દિશામાં કરવામાં આવેલ એક એવો સામુહિક પ્રયાસ છે, જેના થકી આપણા તેમજ જમીનની સાથોસાથ વાતાવરણની જાળવણી થતી હોય છે. જેમાં છોડના આરોગ્ય પર નહીં પરંતું જમીનના આરોગ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. જયારે ખેડૂતોની વાત આવે ત્યારે એમાં ખેડૂતો એ અન્નદાતા છે. એ જ અન્નદાતા જયારે રાસાયણિક અન્ન પકવે તો એ એક પ્રકારનું ધીમું ઝેર જ ગણી શકાય કારણ કે, લાંબા ગાળે જમીનની જો એ ફળદ્રુપતા અને ગુણવત્તા છીનવી શકે તો પછી માણસની તો શી વિસાત..!

કિસાન ગોષ્ટીમાં પ્રગતિશીલ ખેડૂતો દ્વારા તેમની ખેતી પદ્ધતિ, એમને થયેલા પ્રાકૃતિક ખેતી અંગેના અનુભવો વગેરેની જાણકારી આપવામાં આવી હતી. તો ઉપસ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મુવાલિયા ફાર્મના વૈજ્ઞાનિક ડો. એચ.એલ. કાચા, જમીન ચકાસણી પ્રયોગશાળાના પી.એચ.પટેલ, દાહોદ તાલુકાના વિસ્તરણ અધિકારી એસપી મકવાણા આત્મા પ્રોજેક્ટના બી.ટી.એમ. મયંક એમ સુથાર દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તાર પૂર્વક સમજ આપવામાં આવી હતી. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત માનસિંહ ભાઈ ડામોર એ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન અને લાઈવ ડેમો જીવામૃત બનાવવાની પધ્ધતિ શીખવવામાં આવી હતી.