- દાહોદના ગલાલિયાવાડ ગામેથી જાહેરમાં જુગાર રમતા 10 જુગારીઓને 76 હજાર ઉપરાંતના જુગારના મુદ્દામાલ સાથે રૂરલ પોલીસે ઝડપી જેલભેગા કરવામાં આવ્યા છે.
દાહોદ, દાહોદમાં નવનિયુક્ત પોલીસ અધિકારી ડો રાજદીપસિંહ ઝાલાએ ચાર્જ લેતા તમામ પોલીસ મથકોના થાણા અધિકારીઓને સમાજમાંથી દુષણ દૂર કરવા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટેની કામગીરીની સતત સૂચનાઓ આપવામાં આવી રહી છે.જેના પગલે રૂરલ પોલીસ મથકના ઇન્ચાર્જ પીએસઆઇ નયનસિંહ પરમાર તેમજ તેમની ટીમ દ્વારા તારીખ 7-8-2023 ના રોજ પેટ્રોલિંગ કરાઈ રહ્યું હતું. તેવા સમયે બાતમી આધારે ગલાલિયાવાડ વિસ્તારના ભુરીયા ફળિયામાં ખુલ્લી જગ્યામાં લિસ્ટેડ ગેમ્બ્લર વજુગળુ ભુરીયા તેના મકાનની બાજુમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમોને બોલાવી આંક ફરકનો જુગાર ચલાવી રહ્યો છે. તેવી બાતમી આધારે રૂરલ પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર નયનસિંહ પરમાર અને તેમની ટીમ દ્વારા ઓચિંતી રેડ કરતા જુગારીઓમાં નાશભાગના દ્રશ્યો સર્જાયા હતા અને રૂરલ પોલીસે જાહેરમાં જુગાર રમતા 10 જુગારીઓને દાવ પર લાગેલા તેમજ અંગઝડતી દરમિયાન જુગારના રોકડા રૂપિયા સાથે ઝડપી પાડ્યા હતા. જેમાંથી માધવસિંહ સંકરસિંહ રાઠોડ રહેવાસી પરેલ દાહોદ, સુક્રમ કેસા બારીયા રહેવાસી નઢેલાવ, વિજય શંકર બિલવાલ રહેવાસી જૂની કોર્ટ પાછળ દાહોદ, છત્રસિંહ ભાવલા ભુરીયા રહેવાસી ચીલાકોટા લીમખેડા, લાલા લુજીયા વહોનિયા રહેવાસી નઢેલાવ, શુક્રિયા વીરસીંગ ભુરીયા રહેવાસી નળવાયા તાલુકા ગરબાડા, રૂપજીત મના ડામોર રહેવાસી તરવાડીયા વજા નિશાળ ફળીયા દાહોદ, સતીષ નરેન્દ્ર યાદવ રહેવાસી બસ સ્ટેન્ડ સામે દાહોદ, લલીત ગનિયા માવી રહેવાસી રહેવાસી દેલસર, રમેશ નાજીયા ડામોર રહેવાસી જેસાવાડા દાહો પાસેથી રૂરલ પોલીસે જુગારના દાવ પર લાગેલા તેમજ અંગ ઝડતી દરમિયાન મળી આવેલા રોકડા રૂપિયા કુલ 32,360 8 મોબાઈલ જેની કિંમત 19,000 એક મોટર સાઇકલ જેની કિંમત 25 હજાર મળી કુલ 76,360 ના જુગારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ત્યારે અન્ય 6 આરોપીઓને રૂરલ પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા. જેમાંથી જુગાર રમાડનાર વજુ ગળુ ભુરીયા રહેવાસી ગલાલિયાવાડ, બાબુ કરીમ શેખ રહેવાસી સિંગલ ફળીયા દાહોદ, વિક્રમ લાલચંદ અમલીયાર રહેવાસી સિંગલ ફળીયા દાહોદ, યોગેશ ઉર્ફે લાલો જસવંત ગણાવા રહેવાસી ગલાલિયાવાડ દાહોદ, રવી ભગા સાંસી રહેવાસી રહેવાસી ગલાલિયાવાડ દાહોદ, અંબાલાલ મગન ભુરીયા રહેવાસી ગલાલિયાવાડ દાહોદ સહિતના ફરાર થયેલા 6 જેટલા ઈસમોને રૂરલ પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. ત્યારે જીલ્લા પોલીસવડાએ ચાર્જ લેતાજ સમાજમાં ચાલતી દુષણની બદીઓને ડામવા માટે પોલીસ દ્રારા રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરાઈ રહી છે ત્યારે રૂરલ પોલીસે ગલાલિયાવાડ વિસ્તારમાં જાહેરમાં રમાડતા વજુ ગળુ ભુરીયાના જુગારના અડ્ડા ઉપર રેડ કરી 10, જુગારીઓને ઝડપી પાડી તેમની પાસેથી 76 હજાર 360 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી જુગારનો અડ્ડો ચલાવનાર વજુ ગળુ ભુરીયા સહીત 5 જુગારીઓને રૂરલ પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.