દાહોદ,દાહોદ તાલુકાના દેંલસર ગામના શિવમ ડુપ્લેકસ ખાતે રહેતા આશરે 23 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો.
આજરોજ તારીખ 25 મી એપ્રિલના રોજ રાત્રીના સમયે શિવમ ડુપ્લેક્સમાં રહેતા 23 વર્ષીય યુવક ઘરમાં એકલો હતો. ત્યારે ઘરમાં સીલીંગ ફેન સાથે કપડું બાંધી લટકી અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો. 23 વર્ષીય યુવકે આપઘાત કયાં કારણોસર કર્યો હાલ જાણી શકાયું નથી, પણ પોતાના 23 વર્ષીય યુવકે આપઘાત કરી જીવન ટુંકાવી લેતા પરિવારજનોમાં શોકનું માતમ ફરી ફરી વળ્યું હતું. ઘટનાની જાણ પોલીસને કરાતા બી. ડીવીઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડી અકસ્માતના મોતના કાગળો કરી કાયદેરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.