દાહોદ તાલુકાના દશલા ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

દાહોદ,લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત દાહોદ જીલ્લાના દાહોદ તાલુકામાં દશલા ખાતે શાળાના વિધ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અન્વયે રેલી યોજાઇ હતી. જીલ્લામાં મતદાન અંગે જાગૃતિ ફેલાવી મતદારોની સહભાગીતા વધારવા જીલ્લામાં વિવિધ પ્રકારના મતદાન જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત દશલા પ્રાથમિક શાળા ખાતે શાળાના બાળકો દ્વારા હું ચોક્કસ મતદાન કરીશ…આવી રહ્યો છે. અવસરના સંદેશા સાથે રેલી યોજી મતદાન જાગૃતિ અંગે સંદેશો પાઠવવામાં આવ્યો હતો.