
દાહોદ, પશુપાલન અને ડેરી વિભાગ,ભારત સરકાર દ્વારા પશુધન જાગૃતિ અભિયાન હેઠળ પશુપાલકો માટેની શિક્ષણ શિબિરનું તેમજ પશુઓ માટે ઇન્ફર્ટિલિટી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત એસ્પીરેશનલ ડિસ્ટ્રિક્ટ,દાહોદ હેઠળની કામગીરીના ભાગરૂપે દાહોદ જિલ્લાના દાહોદ તાલુકા ખાતે સદર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કામધેનુ યુનિવર્સિટી તેમજ પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય,આણંદના વિવિધ વિભાગોના નિષ્ણાત પ્રધ્યાપકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ 300 જેટલા વિવિધ ગામોમાંથી પધારેલ પશુપાલક ભાઈઓ બહેનોને પશુપાલન અંગેનું માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું વધુમાં નાયબ પશુપાલન નિયામકશ્રી, જિલ્લા પંચાયત, દાહોદના ડો.કે.એલ. ગોસાઈ તેમજ પશુપાલન પ્રભાગના નાયબ પશુપાલન નિયામકશ્રિઓ, મદદનીશ પશુપાલન નિયામકશ્રીઓ, પશુચિકિત્સા અધિકારીશ્રીઓ તેમજ પશુધન નિરીક્ષકશ્રીઓની ટીમો દ્વારા પશુઓમાં વંધ્યત્વ નિવારણ સારવાર અંગેના કેમ્પનું આયોજન કામધેનુ યુનિવર્સિટીના સંકલનથી કરવામાં આવ્યું હતું તેમજ પશુપાલકોના પશુઓને નિ:શુલ્ક સારવાર તેમજ જરૂરી મિનરલ પાવડર, કેલ્શિયમ, ડીવર્મિંગ દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.