દાહોદ તાલુકામાં 600 રેશનકાર્ડ ઓનલાઈનમાંથી કમી કરાયા

  • એનએફએસએ નો લાભ લેતા 180 લાભાર્થીઓ શોધાયા.

દાહોદ, દાહોદ તાલુકામાં કુલ 54,073 રેશનકાર્ડ કે જેમાં બીપીએલ, એએવાય અને એનએફએસએ, એપીએલ-1 કાર્ડનો સમાવેશ થાય છે. સરકારના નિયમ મુજબ ચાર પૈડા ભરાવતા વાહનોના માલિકોને બીપીએલ, એએવાય, અને એનએફએલએ એપીએલ-1 રેશનકાર્ડ મળવાપાત્ર રહેતુ નથી. જેથી જિલ્લા પુરવઠા અધિકારીની દાહોદ દ્વારા આરટીઓમાંથી આખા દાહોદ જિલ્લાની ચાર પૈડા ધરાવતા વાહન માલિકોની યાદી મેળવી હતી. મામલતદાર કચેરીને આ ચાર પૈડાવાળા વાહન માલિકોની માહિતી આપી હતી. આ માહિતીની ઉપયોગ કરી પુરવઠા શાખાની ટીમ દ્વારા મહેનત કરી 1,080 રેશનકાર્ડ શોધી કાઢ્યા હતા. કે જેઓ અનાજ મેળવતા હોવાનુ સામે આવ્યુ હતુ. જે ખરેખર મળવાપાત્ર ન હોઈ આ 1080 કાર્ડધારકોને એનએફએલએના મળતા લાભ બંધ કરવા કમિટી મળી હતી. જેમાં એનએફએલએના મળતા લાભથી દુર કરવાનુ નકકી કરવામાં આવ્યુ હતુ. હાલના તબકકે 600 જેટલા રેશનકાર્ડ ઓનલાઈન એનએફએસએમાંથી કમી કરી દેવામાં આવ્યા છે. અને બાકીના 400 રેશનકાર્ડની ફરી કરવાની કાર્યવાહી હાલ ચાલુ હોવાનુ મામલતદાર મનોજ મિશ્રાએ જણાવ્યુ હતુ. 1080 કમી કરેલા રેશનકાર્ડ નવા 1246 કાર્ડ ધારકોને એનએફએસએમાં સમાવવામાં આવ્યા હતા.