દાહોદ તાલુકાના બાવકા ખાતે વિશ્વ ક્ષય દિવસ ની ઉજવણી કરવામાં આવી

દાહોદ,24 માર્ચ વિશ્વ ક્ષય દિવસ નિમિતે દાહોદ તાલુકાના બાવકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે માન્ય મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો ઉદય ટીલાવત ના માર્ગદર્શન અન્વયે જીલ્લા ક્ષય અધિકારી ડો. આર.ડી.પહાડીયા અધ્યક્ષ સ્થાને વિશ્ર્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં ટીબી રોગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી તથા અનિષ્કા રમેશ પહાડિયા દ્વારા નિક્ષય મિત્ર બનીને કુલ 15 દર્દીઓને ન્યુટ્રીશન કીટ આપવામાં આવી તથા દર્દીઓને સમયસર ફોલોપ કરાવવા પણ સૂચન કરવામાં આવ્યું. 2025 ટીબીમુકત ભારત અંતર્ગત હા !આપણે ટીબીનો અંત લાવી શકીએ છીએ. આ કાર્યક્રમમાં જીલ્લા ક્ષય કેન્દ્રનો સ્ટાફ પીએચસીનો સ્ટાફ આશા વર્કર તથા દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વધુમા નેશનલ કવોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ અન્વયે પ્રા. આ. કેન્દ્ર બાવકા ની કામગીરી માટે જીલ્લાકક્ષાએથી લાયઝન ઓફિસરની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં પ્રા.આ. કેન્દ્ર બાવકાને NQAS અંતર્ગત પ્રમાણપત્ર મેળવવા બદલ લાયઝન ઓફિસર જીલ્લા રક્તપિત અધિકારી દ્વારા 5001 રૂપિયા અર્પણ કરવામાં આવ્યા.

પ્રા. આ. કેન્દ્ર બાવકાના મેડીકલ ઓફીસર દ્વારા આ કાર્યક્રમમાં આવેલ તમામનો આભાર વ્યકત કર્યો.