દાહોદ તાલુકામાં આવેલ શિવશંકર સોસાયટીમાંથી ૯ શકુનીયોને પોલીસે રંગે હાથ પક્ડીયા

દાહોદ તાલુકામાં આવેલ શિવશંકર સોસાયટીમાં એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે એક રહેણાંક મકાનમાં પોલીસે ઓચિંતો છાપો મારતાં પત્તા પાના વડે પૈસાથી હારજીતનો જુગાર રમી રહેલ ૧૨ જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. નાસભાગ દરમ્યાન ૦૬ જેટલા જુગારીઓ નાસી જવામાં સફળ રહ્યાં હતાં જ્યારે ૦૬ જુગારીઓને પોલીસે ઝડપી પાડી તેઓની અંગ ઝડતીમાંથી, દાવ પરથી તેમજ નાળના મળી કુલ રોકડા રૂપીયા ૧,૨૫,૦૫૦ કબજે કર્યાં હતાં જ્યારે બે મોબાઈલ ફોન મળી કુલ રૂ.૧,૩૫,૫૦નો મુદ્દામાલ પોલીસે કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગત તા.૧૭મી ઓગષ્ટના રોજ દાહોદ તાલુકામાં આવેલ શિવશંકર સોસાયટીમાં રહેતાં વિશાલભાઈ કિશોરભાઈ સાંસીના રહેણાંક મકાનમાં પત્તા પાના વડે પૈસાથી હારજીતનો જુગાર રમાતો હોવાનો દાહોદ એલ.સી.બી. પોલીસને બાતમી મળી હતી. આ દરમ્યાન દાહોદ એલ.સી.બી. પોલીસે રાત્રીના દોઢ વાગ્યાના આસપાસ આ મકાનમાં ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી જેમાંથી ૦૬ જુગારીઓ પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યાં હતાં જ્યારે વિશાલભાઈ કિશોરભાઈ સાંસી, કિશોરકુમાર રમેશચંદ્ર સિંધી (ગીદવાણી) (રહે.સાકરદા, નિશાળ ફળિયું, તા.જિ.દાહોદ), મોહનભાઈ મહેશભાઈ સાંસી (રહે. ભીલવાડા, તળાવ ફળિયું, તા.જિ.દાહોદ), અક્ષયભાઈ વિરાભાઈ નીનામા (રહે. ખરોડ, સડક ફળિયું, તા.જિ.દાહોદ), સુરેશભાઈ શીવાજી સાંસી (રહે.ભીલવાડા, તળાવ ફળિયું, તા.જિ.દાહોદ) અને ઉમેશભાઈ મહેશભાઈ સાંસી (રહે. ભીલવાડા, તળાવ ફળિયું, તા.જિ.દાહોદ) ને પોલીસે ઝડપી પાડી તેઓની અંગ ઝડતીમાંથી ૧,૦૮,૩૦૦, દાવ પરથી ૯,૮૦૦ અને નાળમાંથી રૂા.૬,૯૫૦ એમ કુલ મળી રૂા.૧,૨૫,૦૫૦ ની રોકડ રકમ કબજે કરી હતી જ્યારે બે મોબાઈલ ફોન મળી કુલ રૂા.૧,૩૫,૦૫૦નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાે હતો. ભાગી છુટવામાં સફળ રહેલ મનીષભાઈ મણીલાલ સાંસી (રહે.ભીલવાડા, તળાવ ફળિયું, તા.જિ.દાહોદ), યુવરાજ કલજીભાઈ સાંસી (રહે. ભીલવાડા, તળાવ ફળિયું, તા.જિ.દાહોદ), શીવમ ઉર્ફે વાછરડા સંજુભાઈ ભુરીયા (રહે. સી.સાઈડ, પરેલ, દાહોદ), રમેશભાઈ રામુભાઈ સાંસી (રહે. આઈ.ટી.આઈ.ની બાજુમાં, દાહોદ), નિલેશભાઈ મુકેશભાઈ સાંસી (રહે. ભીલવાડા, તળાવ ફળિયું, તા.જિ.દાહોદ) અને શ્યામ વિનોદભાઈ સાંસી (રહે. ભીલવાડા, તળાવ ફળિયું, તા.જિ.દાહોદ) નાઓની પોલીસે ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

આ સંબંધે દાહોદ એલ.સી.બી. પોલીસે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તમામ જુગારીઓ વિરૂધ્ધ જુગારધારાની કમલ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.