દાહોદ સ્થાનીક પોલીસનો સપાટો : ફોરેસ્ટ વિભાગ ઉંઘતુ ઝડપાયું

  • દે.બારીઆના ગડા ગામેથી પોલીસે ખેરના લાકડાની હેરાફેરી કરતાં પીકઅપ ગાડીના ચાલકને ખેરના લાકડા સાથે ઝડપી પાડ્યો.

દાહોદ, દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના કંજેટા રેન્જ વિસ્તારમાં આવેલ ગડા ગામેથી પોલીસે એક બોલેરો પીકઅપ ફોર વ્હીલર ગાડી માંથી બીનપાસ પરવાનગીએ લઈ જવાતા ખેરના લાકડા સાથે પોલીસે ફોર વ્હીલર ગાડીમાં સવાર ચાલકની અટકાયત કરી આ અંગેની નજીકના ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં હોવાનું જાણવા મળે છે.

દેવગઢ બારીઆના ગડા ગામેથી આજરોજ સ્થાનીક પોલીસે ગડા ગામેથી પસાર થતી એક બોલેરો ફોર વ્હીલર ગાડીના ચાલકને રોકી તેની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે ફોર વ્હીલર ગાડીમાં તલાસી હાથ ધરતાં તેમાંથી ખેરના લાકડા પોલીસને નજરે પડ્યાં હતાં. પોલીસે ગાડીના ચાલક કાંતિભાઈ અભેસિંગભાઈ પુજારા (રહે. મોટી ખજુરી, તા.દેવગઢ બારીઆ, જી.દાહોદ) નાની પાસેથી આ ખેરના લાકડાના પાસ પરમીટ માંગતાં તેની પાસે ખેરના લાકડાના કોઈ પાસ પરમીટ કે પરમીશન ન હોવાથી પોલીસે ઉપરોક્ત ગાડીના ચાલકની અટકાયત કરી પોલીસ મથકે લાવી આ અંગે સ્થાનીક ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી ત્યારે કંજેટા રેન્જ વિસ્તારમાંથી સ્થાનીક પોલીસે ખેરના લાકડી હેરાફેરી કરતાં ઉપરોક્ત ઈસમને ઝડપી પાડતાં સ્થાનીક ફોરેસ્ટ વિભાગ ઉંઘતુ ઝડપાયું હોય હોય તે પ્રતિત થયું હતું. ચર્ચાઓ પ્રમાણે કંજેટા રેન્જ માંથી મોટા પાયે ખેર તેમજ સાગીના લાકડાની તસ્કરો થતી હોવાની ભારે ચર્ચાઓ થવા પામી છે. સેન્ચ્યિરી વિભાગમાંથી થતી લાકડાંની મોટી તસ્કરી પાછળ કોનો હાથ હશે ? વન વિભાગના કર્મચારીઓની રહેમ નજર હેઠળ કે પછી અન્ય કોઈની સાંઠગાંઠથી આ હેરાફેરી થતી હશે ? આ ખેરના લાકડાનો જથ્થો ક્યાં લઈ જવામાં આવતો હતો ? શું આ ખેરના લાકડી તસ્કરી પાછળ અન્ય કેટલાં લોકોની સંડોવણી હશે ? જેવી અનેક ચર્ચાઓ વચ્ચે વન વિભાગની તપાસમાં આ તમામ હકીકત બહાર આવશે ખરી ? ઉપરોક્ત તમામ મામલે વન વિભાગ દ્વારા તપાસ ધરવામાં આવે તે અત્યંત આવશ્યક છે. ત્યારે સ્થાનીક પોલીસ દ્વારા ખેરના લાકડા સહિત ઝડપાયેલ ઉપરોક્ત ગાડીના ચાલકને સ્થાનીક ફોરેસ્ટ વિભાગને સોંપતાં ફોરેસ્ટ વિભાગ દ્વારા ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.