દાહોદ એસટી એસટી વિભાગે મુકેલી વધારાની બસો પણ ઓછી પડી

દાહોદ, રક્ષાબંધનના કારણે બહારગામ જવા માંગતા લોકોના ધસારાને પહોંચી વળવા માટે દાહોદ એસટી ડિવિઝનના સત્તાધીશોએ વધારાની બસ મુકી હોવાનો દાવો કર્યો છે પણ મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે એસટી વિભાગે એક્સ્ટ્રા બસો દોડાવી વધુ નફો રળ્યો હતો. અત્રે ઉલ્લેખની છે કે દાહોદ જિલ્લા તેમજ આસપાસના રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશના સરહદી વિસ્તારોમાંથી આદિવાસી સમાજના પરિવારો રોજીરોટી માટે અન્ય શહેરો તરફ પ્રયાણ કરી ગયા છે. ત્યારે તહેવારો દરમિયાન આ શ્રમિકો પરત માત્ર વતન ફરતા હોય છે ત્યારે તેઓ બસ મારફતે માદરે વતન પરત આવતા હોવાથી એસટી માટે દાહોદ ડેપો કમાઉં દીકરા સમાન છે. દર વર્ષે હોળી દિવાળી તેમજ રાખડીના તહેવાર દરમિયાન બહારગામ મજૂરી કરવા ગયેલા શ્રમિકો માદરે વતન પરત ફરે છે તેવામાં રાખડીના તહેવાર દરમિયાન પણ બહારગામ મજૂરી કરવા ગયેલા શ્રમિકો રાખડી નો તહેવાર મનાવવા માત્ર વતન પરત ફરતા જોવા મળ્યા હતા.