દાહોદ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના ઉપક્રમે ર્ડા.જયપાલસિંહ મુંડા આદિવાસી ખેલ મહોત્સવ 18 થી ખુલ્લો મુકાશે

દાહોદ, બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ, દાહોદ સાયનેપ્સ મેડીકલ એશોસિએસન દાહોદ તથા સ્પોર્ટસ ઓથોરેટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે ર્ડા. જયપાલસિંહ મુંડા આદિવાસી ખેલ મહોત્સવ, દાહોદ 2024 નો ખેલ મહોત્સવ આગામી તારીખ 18.02.2024ના રોજ એસઆરપીએર ગ્રાઉન્ડ, પાવડી, તા.ઝાલોદ, જી.દાહોદ ખાતે દાહોદના સાંસદ જસવતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને ખુલ્લો મુકવામાં આવનાર છે. ત્યારે આ કાર્યક્રમમાં સરકારી અધિકારીઓથી લઈ પોલીસવડા તેમજ રાજકીય પક્ષો પણ હાજર રહેનાર છે.

દાહોદ-પંચમહાલ-મહિસાગર ત્રણ જીલ્લાના આદિવાસી ભાઈ, બહેનોનો ર્ડા. જયપાલસિંહ મુંડા આદિવાસી ખેલ મહોત્સવ, દાહોદ 2024 એસ.આર.પી. ગ્રાઉન્ડ, પાવડી, તા.ઝાલોદ, જી.દાહોદ ખાતે તા.18.02.2024 ના રવિવાર, સવારના 10.00 કલાકે ખુલ્લો મુકવામાં આવશે. જેમાં રમતવીરોને પ્રોત્સાહિત કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં અધ્યક્ષ અને ઉદ્ઘાટક દાહોદના સાંસદ જસવંતસિહ ભાભોર, મુખ્ય મહેમાન દાહોદ અને ઝાલોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને મહેશભાઈ ભુરીયા, અતિથી વિશેષ ડાયરેક્ટર જનરલ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગરના આર.એસ.નિનામા, દાહોદ જીલ્લા કલેક્ટર યોગેશ બબનરાવ નીરગુડે, રેન્જ ડી.આઈ.જી., ગોધરાના આર.વી. અસારી, દાહોદ જીલ્લા વિકાસ અધિકારી, ઉત્સવ ગૌતમ, દાહોદ જીલ્લા પોલીસ વડા ર્ડા. રાજદિપસિંહ ઝાલોદ, સેનાપતિ એસઆરપીએફ જુથ, પાવડીના મનીષ સિંહ, દાહોદ જીલ્લા શિક્ષણાધિકારી, સુરેન્દ્રસિંહ એલ. દામા અને દાહોદ જીલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારી આરતસિંહ એ.બારિયા વિગેરે અતિથિઓ હાજર રહેનાર છે.

બિરસા સાર્વજનિક આદિવાસી ટ્રસ્ટ દ્વારા આયોજીત જયપાલસિંહ મુંડા આદિવાસી ખેલ મહોત્સવ ની વિગતો.

1) રમતોની સંખ્યા-7.

2) ખેલ મહોત્સવમાં સમાવેશ રમતો.

100,200,400,800 અને4 100રીલે.

શૂટિંગ બોલ, વોલીબોલ, કબડ્ડી અને ખોખો.

3) ખેલાડીઓની સંખ્યા-અંદાજીત 1500 થી 1600.

4) કયા કયા તાલુકા ના ખેલાડીઓ-ગરબાડા, દાહોદ, ઝાલોદ, ફતેપુરા, સંજેલી, સિંગવડ, લીમખેડા, ધાનપુર, સંતરામપુર, કડાણા, ગોધરા.

5) નિર્ણાયકોની સંખ્યા-60

6) રમત વાર ભાગ લેનાર ખેલાડીઓની સંખ્યા અંદાજીત.

1) એથ્લેટિક્સ -450

2) ખો ખો-435

3) કબડ્ડી-500

4) વોલીબોલ-120

5) શૂટિંગ બોલ-130

6) ભાગ લેનાર શાળાઓની સંખ્યા-અંદાજીત 90 થી 110.

7) અન્ય વિગતો-સમગ્ર ગુજરાતમાં પ્રથમ વાર આદિવાસી સમુદાયના ખેલાડીઓ માટે થતો રમતોત્સવ… આ ખેલ મહોત્સવમાં દાહોદ, પંચમહાલ અને મહીસાગર જીલ્લાના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.

8) ખેલ મહોત્સવ 18 ફેબ્રુઆરી ના રોજ એસઆરપી જૂથ પાવડી ખાતે સવારના સાત કલાકે શરૂ થનાર છે.

અગાઉ 2006 માં પ્રાયોજના વહીવટદાર ની કચેરી દ્વારા મળેલ સહયોગથી દાહોદ જીલ્લાનો રમતોત્સવ દાહોદની એમવાય હાઈસ્કૂલના મેદાન ઉપર કરવામાં આવ્યો હતો… તેમાં અંદાજીત 1000 ખેલાડીઓએ ભાગ લીધો હતો.