દાહોદ SOG પોલીસ દ્વારા બે ઝોલાછાપ તબીબોને ઝડપીયા

દાહોદ એસ.ઓ.જી.શાખા પો.સબ.ઇન્સ. યુ.આર.ડામોર તથા એસ.ઓ.જી.ટીમ ના રોજ દાહોદ જિલ્લાના ધાનપુર પો.સ્ટે.વિસ્તારમાં એસ.ઓ.જી.ચાર્ટર લગત કામગીરી અર્થે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તેઓને ખાનગી રાહે બાતમી મળેલ કે, વાંસીયાડુંગરી ગામે વ્હોરા ફળીયામાં રહેતા બોગસ તબીબ સુબ્રત સુનિલ બિસ્વાસ તથા (૨) તબીબ પરિમલ સંતોષ બિસ્વાસ રહે.લીલીયાઆંબા, તા.ધાનપુર જી.દાહોદનાઓ ડોકટરી પ્રેક્ટીસ કરવા સારૂ નામ વગરનું ક્લિનિક ખોલી લોકોની સારવાર કરે છે.

મળેલ બાતમી આધારે પોલીસે મેડીકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નવાનગર, તા.ધાનપુરનાઓને સાથે રાખી બાતમીવાળી જગ્યા ખાતરી તપાસ કરતાં ઉપરોકત બંને બોગસ તબીબો પકડાઇ જતા તેઓ પાસે ગુજરાત મેડીકલ કાઉન્સીલનું રજીસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર મળી આવ્યું ન હતું અને કોઇપણ જાતની મેડીકલ ડીગ્રી વગર ક્લીનિક (દવાખાનું) ચલાવતા હોવાનું જણાતાં પોલીસે આ બંને આરોપીઓને પકડી પાડી તેઓના વિરૂધ્ધ ધી.ગુજરાત મેડીકલ પ્રેક્ટીસ એકટ ૧૯૬૩ ની કલમ ૩૦, ૩૫ મુજબનો ગુન્હો ધાનપુર પો.સ્ટે. માં દાખલ કરાવી પશ્ચિમ બંગાળના આ બંને બોગસ તબીબો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપીઓના નામ :
(૧) સુબ્રત સુનિલ બિસ્વાસ રહે. હાલ વાસીયાડુંગરી, વ્હોરા ફળીયું, તા.ધાનપુર, જી.દાહોદ. મુળ રહે.બિસ્નુપુર તા.ચાંગદા, જી.નદીયા, પશ્ચિમ બંગાળ.
(ર) પરિમલ સંતોષ બિસ્વાસ રહે. હાલ લીલીયાઆંબા, ડામોર ફળીયું, તા.ધાનપુર, જી.દાહોદ મુળ રહે.કેયુટીઆ પંચાયત પાનપુર, તા.જગતદલ, જી. ત્તર-૨૪, પરગણા, પશ્ચિમ બંગાળ.

કબ્જે કરેલ મુદામાલ :
(૧) આરોપી નંબર-૦૧ ના કબજામાંથી પકડાયેલ જુદા-જુદા પ્રકારની મેડીશન (દવાઓ) તથા સાધન સામગ્રી કિ.રૂ.૩૧૬૦૪/- તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૩૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩૪,૬૦૪/- નો મુદ્દામાલ.
(ર) આરોપી નંબર-૦૨ ના કબજામાંથી પકડાયેલ જુદા-જુદા પ્રકારની મેડીશન (દવાઓ) તથા સાધન સામગ્રી કિ.રૂ.૯૩૩૩/- તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૩,૦૦૦/- મળી કુલ રૂ.૧૨૩૩૩/- નો મુદ્દામાલ.
આમ, દાહોદ એસ.ઓ.જી. ટીમને ધાનપુર પો.સ્ટે.વિસ્તારના વાસીયાડુંગરી તથા લીલીયાઆંબા ગામેથી પશ્ચિમ બંગાળના ૦૨ બોગસ તબીબોને ઝડપી પડવામાં સફળતા મળેલ છે.

રિપોર્ટર : વિનોદ પંચાલ