દાહોદ, દાહોદ શહેર સ્માર્ટ સીટી બનવા જઈ રહી છે, ત્યારે લાંબા સમય બાદ પુન: દાહોદ વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો તોડી પાડવાની કામગીરીનો પુન: પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં આજરોજ દાહોદ તાલુકાના ખરેડી ગામે વડલી ગામ તરફ આજરોજ તંત્ર દ્વારા ગેરકાયદેસર કાચા, પાકા દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ કામગીરીમાં દાહોદના જવાબદાર અધિકારીઓની ઉપસ્થિત રહ્યાં હતાં અને સાથે સાથે ગેરકાયદેસર દબાણો દુર કરવાની કામગીરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.
દાહોદ શહેરમાં સ્માર્ટ સીટી અંતર્ગત સ્માર્ટ રસ્તાઓ બનાવવાની કામગીરીમાં રસ્તાઓ પહોળા કરવાની કામગીરી અંતર્ગત દાહોદ શહેરના મોટાભાગના ગેરકાયદેસર દબાણો તંત્ર દ્વારા બુલડોઝર મારફતે દુર કરવામાં આવ્યાં હતા. જેમાં ગોધરા રોડથી લઈ દેસાઈવાડા, એમ.જી.રોડ, પડાવ, યાદગાર ચોક, સ્ટેશન રોડ, ગોદી રોડ વિગેરે વિસ્તારોમાં તંત્ર દ્વારા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર કાચા, પાકા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી નાંખવામાં આવ્યું હતું. દાહોદ શહેરના ઘણા વેપારીઓ દ્વારા પોત પોતાની રીતે સ્વૈચ્છીક દબાણો પર પોતાની રીતે દુર કરવાની કામગીરીમાં જોતરાઈ ગયાં હતાં. આ કામગીરી લગભગ મે મહિનામાં પ્રારંભ કરવામાં આવી હતી ત્યાર બાદ સરકારી કચેરીઓના સત્તાધિશો કોઈને કોઈ કામકાજમાં વ્યસ્ત થઈ જતાં આ કામગીરી છેલ્લા પંદરેક દિવસથી મોકુફ રાખવામાં આવી હતી. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી ગેરકાયદેસર દબાણો દુર કરવાની કામગીરીને લઈ તરેહ તરેહની ચર્ચાઓએ પણ ભારે જોર પકડ્યું હતું, તો બીજી તરફ રથયાત્રાને અનુલક્ષીને આ ગેરકાયદેસર દબાણોની કામગીરી પર પણ બ્રેક લાગ્યો હોવાની ચર્ચાઓ પણ લોકોમાં થવા માંડી હતી. ત્યારે આજરોજ વહેલી સવારથીજ દાહોદ તાલુકાના ખરેડી ગામે વડલી ગામ તરફના વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારના કાચા, પાકા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી નાંખવામાં આવ્યું હતું. આ કામગીરીમાં મામલતદાર, સીટી સર્વેના કર્મચારીઓની ઉપસ્થિતીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ગેરકાયદેસર દબાણો તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જાણવા મળ્યાં અનુસાર, આ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો તોડી પાડવાની કામગીરી પુર્વે આ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો પર કબજો જમાવી બેઠેલા લોકોને નોટીસો પણ ફટકારવામાં આવી હતી.
ડીમોનેશનની કામગીરી એટલા માટે શરૂ કરવામાં આવી છે કે, ખરેડી ગામે ત્રણ વખત અમારી તરફથી તપાસ કરી તો તેમાં જે રોડ છે. તેની આજુબાજુ પાકી દુકાનો બનાવી અને સરકારી પડતર જમીનો પર દબાણો લોકો દ્વારા કરવામાં આવ્યાં હતા. સાથે સાથે ત્રણ ત્રણ માળના પાકા મકાનો પણ બનાવવામાં આવ્યાં હતાં. સરકારની પડતર જમીનોમાં આ ગેરકાયદેસર દબાણો અમારી ધ્યાને આવતાં અહીંના લોકોને નોટીસો પણ આપવામાં આવી હતી અને લોકો દ્વારા પોતાની રીતે પણ ગેરકાયદેસર દબાણો દુર કર્યા હતા. જ્યાં જ્યાં દબાણ દેખાશે અથવા તો સરકારી પડતર અને સરકારની ગૌચર જમીન પર દબાણો દેખાશે તે તમામ જગ્યાઓ પરથી દબાણો દુર કરવામાં આવશે.