દાહોદ સ્માર્ટ સીટીમાં WW F ની કુસ્તીના દ્રશ્યો બાર બાર શહેરના વિવિધ વિસ્તારોમાં જોવા મળતી હોય છે

દાહોદ,દાહોદના ગોદીરોડ પર બે આંકલાઓના યુદ્વમાં અફરા તફરીના માહોલ સહિત નાસભાગના દ્રશ્યો સર્જાયાં આંખલાઓના યુદ્વમાં એક ફોર વ્હીલ ગાડીને નુકસાન સહિત એક ઈસમને આંખલાઓએ ઉંછાડી ફેંકી ઈસમને ઈજાઓ થવાનું પણ જાણવા મળેલં છે

દાહોદ શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા આંખલાઓનો ત્રાસ ચરમ સીમા છે. જેમાં અવાર નવાર રકડતા આંખલાંઓના ભયંકર યુદ્ધના સમાચારો દીવસં દરમિયાન મળતા હોય છે. જેમાં રખડતા આંખલાંઓના યુદ્ધના કારણે કેટલાય વાહનોને નુકસાન થતું હોય છે. એક તરફ આવા જાહેર રસ્તાઓ પર રહેણાંક સોસાયટીઓમાં આંખલાંઓના યુદ્ધના કારણે લોકોમાં એક તરફ ભયનો માહોલ સર્જાવા પામ્યો છે. જેમાં તા 17.4.2023 સોમવારના સાંજના સમયે દાહોદના ગોદીરોડ વિસ્તારના જાહેર રસ્તા પર બે આંખલાઓનું ભયંકર યુદ્ધ જોવા મળ્યું હતું. સાંજના સમયે શરૂ થયેલ આં યુદ્ધ કલ્લાકો સુધી ચાલ્યુ હતું. અને આ યુદ્ધમાં એક ફોર વ્હીલ ગાડીને નુકંસાન થયા હોવાનું જાણવા મળેલં છે. ગોદી રોડ વિસ્તારના રહીશો સાંજના સમયે જમ્યા પછી ચાલવા નીકળેલાં રહીશોમાં જાહેર રસ્તા પર ચાલેલ યુદ્વના કારણે ભયનો માહોલ સર્જાયોં હતો અને એક તરફ નાસભાગ ના દ્રશ્યો સર્જાયાં હતા અને આંકલાઓના ભયંકર યુદ્ધના કારણે ખાણી પીણીની લાહરીઓ વાડા પંણ પોતાની ખાણી પીણીની હાથ લાહરીઓ લઈ ભાગતા જોવા મળ્યાં હતા અને કલ્લાકો સુધી ચાલેલં યુદ્વ ગોદીરોડ વિસ્તારમાં સ્થિત સોસાયટી તરફ જતાં રહેતા સોસાયટીમાં ઉભેલી ફોર વ્હીલ ગાડીને પંણ મોટુ નુકંસાન થવા પામયું હતું ને જાણવા મળ્યાં અનુસાર આં યુદ્ધ ને બંધ કરાવવા વચ્ચે પડેલ કોઈ ઈસમને પણ આંખલાઓએ ઉંછાડી ફેંકી દેવાંનું પંણ જાણવા મળેલં છે. ત્યારે આં યુદ્ધને જોવા એક તરફ લોક તોળા પંણ ઉમટી પડ્યા હતા.