![](https://www.panchmahalsamachar.com/wp-content/uploads/2024/02/IMG-20240210-WA0272-1024x576.jpg)
દાહોદ, 1000 કરોડના ખર્ચે દાહોદને સ્માર્ટ સિટી બનાવવા જઈ રહ્યા છે દાહોદના સ્માર્ટ સિટીનું ડેવલપમેન્ટનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે દાહોદ સ્માર્ટ સિટીના કથળતા દ્રશ્યો સામે આવી રહ્યા છે દાહોદ સ્માર્ટ સિટીમાં રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે શહેરના ભરચક વિસ્તારોમાં રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે એક તરફ વહીવટી તંત્ર દાહોદની સ્માર્ટ સિટી તરફ આગળ વધારી રહ્યું છે દાહોદ નગરપાલિકા પણ દાહોદ સ્માર્ટ સિટી બનાવવા માટે આ થાક મહેનત કરી રહી છે પણ ક્યાંક ને ક્યાંક રખડતા પશુઓના કારણે દાહોદ સ્માર્ટ સિટી લાગી નથી રહી શહેરના અવરજવર કરતા મુખ્ય માર્ગો પર પશુઓનો જમાવડો જોવા મળી રહ્યો છે રખડતા પશુઓના કારણે અનેકવાર અકસ્માતો પણ થતા રહે છે.
દાહોદ સ્માર્ટ સિટીના રસ્તા ઉપર અનેક વાર આંખલાઓના યુદ્ધ ના વિડીયો પણ વાયરલ થતા રહ્યા છે અનેક વખત લોકોના વાહનોને નુકસાન પણ પહોંચી રહ્યા છે ત્યારે દાહોદ સ્માર્ટ સિટીમાં રખડતા ઢોર ને પકડવા માટે કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી તેવું લોકોમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે શહેરના સ્ટેશન વિસ્તારમાં રખડતા ઢોરોનો જમાવડો જોવા મળી રહ્યો છે અનેકવાર રખડતા ઢોરો જે છે તે લોકોને લેતા રહે છે વાહન ચાલકોને પણ રખડતા ઢોરોનો ડર રહેલો છે અનેકવાર આખલા યુદ્ધમાં લોકોને નુકસાન પણ પહોંચ્યું છે ત્યારે આ રખડતા ઢોરો પર ચોક્કસ કાર્યવાહી કરવામાં આવે તેવી દાહોદ શહેરમાં લોકોની માંગ ઉઠી છે કે નગરપાલિકા તંત્ર રખડતા ઢોરો પર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે.