દાહોદ સ્માર્ટ સીટી અંતર્ગત ચાલી રહેલ સ્માર્ટ રોડ ની કામગીરી ની પોલંમ પોલ સાથે ભ્રષ્ટાચાર

  • દાહોદ નગર પાલિકાના આકાઓ તેમના સ્વાર્થ ખાતર દાહોદની જનતાનું સોસણ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

દાહોદ સ્માર્ટ સીટી અંતર્ગત ચાલતા કામોમાં ભ્રષ્ટાચારને તંત્રની બેદરકારી જોવા મળી રહી છે. ટ્રાફિક થી ધમધમતા આ રોડ પર છેલ્લા કેટલાં દીવસ થી ગટરના ઢાંકણો તૂટેલી હાલતમાં જોવા મળે છે, તો ઘણી જગ્યા પર તો હાલ થાકના ના ખાડા લો બોલો આને કહેવાય સ્માર્ટ સિટી સ્માર્ટ સીટી અંતર્ગત સ્માર્ટ રોડની કામના અંદર હલકી ગુણવત્તાના અંડરગ્રાઉન્ડ ગટરના ઢાંકણા નાખવામાં આવ્યા તેને હાલમાં એક મહિના પહેલા જ રોડ ચાલું કરવામા આવ્યાં છે. જેની આ હાલત દેખાય છે અને ક્યારે કોઈ મોટી હોનારત થાય તેની રાહ જોવાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે, પણ તંત્રની આંખ ઉઘડતી નથી અને તંત્ર ક્યારે જાગશે. દાહોદની જનતા ક્યાં સુધી આવી ભ્રષ્ટાચારી નેતાગીરીનો સામનો કરતી રહેશે એ દેખવાનું રહ્યું કોઈ મોટું અકસ્માત થાય તેની રાહ જોઈ રહ્યું હોય તેવું પ્રતીત થઇ રહ્યું છે.

આને કહેવાય સ્માર્ટ સિટી રોડ બન્યાને દોઠ થી બે મહિનાના અંદર રોડની હાલત બી તૂટેલી હાલતમાં દેખાય છે. ગરીબોના ટેક્સ ઉઘરાવવા માટે અને કરોડપતિના ખિસ્સા ભરવા માટે જ્યાં દેખો ત્યાં ખાયકી અને ભ્રષ્ટાચાર જ દેખાય છે. એના સિવાય કંઈ બીજું દેખાતું નથી તો પછી તંત્ર ક્યારે જાગશે અને જ્યાં દેખો ત્યાં ગટરો પણ ઉભરાય અને હાલમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને અસહ્ય ગંદકી અને મચ્છરોનો ત્રાસ વધતો જાય છે. પણ નગરપાલિકા કાઉન્સિલરો પ્રમુખ બદલવવાના અંદરો અંદરના ખતરાટમાં જનતાને પડતી મુશ્કેલીઓ તરફ ધ્યાન દોરતા નથી અને દાહોદની જનત નું શોષણ કરી રહી હોય તેવું પ્રતીત થઇ રહ્યું છે .

જનતાની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં નિષ્ફળ નગર પાલિકાની હાલની કાઉનસીલરોની ટીમ હવે જોવાનું રહ્યું તંત્ર ક્યારે જાગસે અને વહીવટ તંત્ર પણ ક્યારે જાગે અને તાત્કાલિક ધોરણે આવી કામગીરીને લઇ કોઈ મોટી હોનારત ના થાય તેનું ધ્યાન દોરે તેવી લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.