
દાહોદ,તાજેતરમાં સંપન્ન થયેલ ‘વર્લ્ડ ઓરલ હેલ્થ ડે’ નિમિત્તે ડેન્ટલ સર્જન ડો નિધી બી. હઠીલાએ ભીલ સેવા મંડળના ક્ધયા આશ્રમ ખાતે દંત આરોગ્ય અને જાગૃતિ નિદાન કેમ્પ કર્યો હતો.
‘સરસ દાંત એ જ સરસ આરોગ્યની નિશાની છે’ એ સૂત્ર અનુસાર સામુહિક આરોગ્ય કેન્દ્ર, મીરાખેડીના દંત ચિકિત્સક ડો નિધી હઠીલાએ છાત્રાલયની વિદ્યાર્થીનીઓ સમક્ષ દાંતનું સ્વાસ્થ્ય કેવી રીતે સારૂં રહે તે અંગે સરસ માર્ગદર્શન આપી દાંતની તપાસ કરી હતી અને તમામને ઓરલ હાઈજીન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.