દાહોદ શ્વેતામ્બર જૈન સંઘ દ્વારા દાહોદ જૈનોના પરમ પાવન અને પવિત્ર તહેવાર પર્વ પર્યુષણની ઉજવણી કરવામાં આવી હતી. આ પર્વપર્યુષણના પાવન દિવસોમાં પ્રથમ દિવસથી પૂજ્ય ગુરૂ મહારાજ સમિતદર્ષનાજી મહારાજના વ્યાખ્યાન અને પેહલા ત્રણ દિવસ ચિંતામણી પાર્શ્ર્વનાથ દેરાસર ખાતે પૂજાનું આયોજન કર્યું હતું. ત્યાર પછી એકમના દિવસે ભગવાન મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણકની ઉજવણી કરી અને 14 સૂપન ઉતારવામાં આવ્યા હતા અને ભવ્ય શોભા યાત્રા નીકળી હતી. ત્યાર પછી આજે દાહોદ મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા 35 અઠ્ઠાઈ તપ અને એક મશક્ષમન તપની આરાધના કરનાર તપસ્વીઓની ભવ્યશોભા યાત્રા દાહોદ ચિંતામણી પાશ્વનાથ દેરાસર થી વાજતે ગાજતે નાચતા કુદતા નીકળી હતી અને દાહોદના દોલતગંજ બજાર થી પડાવ થઈ સિમંધરસવામી જૈન દેરાસર ઉપર પહોંચી હતી. જ્યાં દાદાની યાત્રાના શ્રાવિકાઓ દ્વારા વધામણાં કરવામાં આવ્યા હતા. આજે સવારે સંઘ દ્વારા પારણા અને ત્યાર પછી સ્વામી વાત્સલ્ય રાખવામાં આવ્યું હતું અને તપસ્વીઓનું સંઘ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું.