દાહોદ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા મહાવીર જયંતીની ઉજવણી

દાહોદ,દાહોદ શહેર ખાતે દાહોદ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા મહાવીર જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેમાં વેહલી સવારે 6.30 કલ્લાકે પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી અને ત્યાર પછી સવારે 8.15 કલાકે ચિંતામણી દેરાસર ખાતે શ્રી સ્નાત્ર પૂજા ભણવામાં આવી હતી અને પછી સવારે 9.15 શોભા યાત્રા દાહોદ ચિંતામણી પાર્શ્ર્વનાથ દેરાસર થી નીકળી હતી. જેમાં વિવિધ ઝાંખી જેમાં ભૂલકાઓ સાયકલ ઉપર વિવિધ પ્લે કાર્ડમાં ભગવાન મહાવીરના ઉપદેશો સાથે શોભા યાત્રામાં જોડાયા હતા અને ભગવાન મહાવીર સ્વામીને રથમાં બિરાજમાન કરી આ યાત્રા દોલતગંજ બજાર થી ગાંધી ચોક જશે. ત્યાંથી નેતાજી બજાર થી હનુમાન બજાર થઈ મંદિર પરત ફરી હતી અને ત્યારબાદ 10.30 કલાક થી દેરાસરમાં પંચકળ્યાંક પૂજા ભણાવવામાં આવી હતી અને પછી શ્રી સીમંધર જૈન દેરાસર ખાતે શકળ શ્રી સંઘનું સ્વામી વાત્સલ્ય (પ્રસાદી) રાખવામાં આવ્યું હતું અને બપોરે અંધજન શાળા, ગૌશાળામાં ગાયોને ગોળ ખવડાવ્યો હતો અને હોસ્પિટલોમાં ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું અને ત્યારે પછી ફરી સાંજે સ્વામી વાત્સલ્ય રાખવામાં આવ્યું છે.