દાહોદ,દાહોદ જીલ્લા અનુસૂચિત જાતિ કેળવણી મંડળ અને અનુસૂચિત જાતિ વિકાસ પરિષદ ના સંયુક્ત ઉપક્રમે આજે શ્રી જી.પી.ધાનકા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા દાહોદ મુકામે ભગવાન બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે બુદ્ધ ભગવાનની જન્મ જયંતી ઉજવણી કરવામાં આવી. જેમાં સેન્ટ્રલ આઇ.બી.ના એસ.એસ.પી ચકસ્મા તથા ઝાયડસ મેડિકલ કોલેજના સર્જન ડોક્ટર મધુકર વાઘ તેમજ દાહોદ જીલ્લા અનુસૂચિત જાતિ કેળવણી મંડળના પ્રમુખ ગોપાલભાઈ ધાનકા, મંત્રી કિરણસિંહ ચાવડા, ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના મંત્રી શશીકાંતભાઈ કટારાની ઉપસ્થિતિમાં બૌદ્ધ વંદના કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં સંદિપભાઈ અને ધનરાજભાઈ દ્વારા બુદ્ધ વંદના કરવામાં આવી હતી. માન્ય ચકસ્મા અને ડો.વાઘ દ્વારા બુદ્ધિઝમ શું છે, તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને બુદ્ધિઝમના મંગલસૂત્રો વિશ્ર્વમાં શાંતિ સ્થપાય, માનવ જાતનો વિકાસ થાય અને સમગ્ર વિશ્ર્વ શાંતિના માર્ગે ચાલી વિકાસ કરે તેવી મંગલ કામનાઓ કરવામાં આવી હતી.
આ પ્રસંગે દાહોદ જીલ્લા અનુસૂચિત જાતિ કેળવણી મંડળ ના ઉપપ્રમુખ દેવચંદભાઈ પરમાર, વિજયભાઈ પીઠાયા, કોષાધ્યક્ષ કનુભાઈ મકવાણા તથા ચંદ્રકાંતભાઈ ગાંધી, નરેશભાઈ ચાવડા, ભરતભાઈ મકવાણા વિગેરે મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનુ સંચાલન દેવેન્દ્ર પરમાર તથા આભાર વિધિ શાળાના આચાર્ય બાલકૃષ્ણ ચાપા એ કરી હતી.