દાહોદ શ્રીજી નગરમાં ૬.૨૨ લાખની લુંટને અંજામ આપનાર ધરધણીની પત્ની અને પ્રેમી સહિત ચારની ધરપકડ

દાહોદ,
દાહોદના ગોવિંદ નગર વિસ્તારમાં આવેલ નગર સોસાયટીમાં ચાર દિવસ અગાઉ રાત્રીના આઠેક વાગ્યાના સમયગાળા દરમ્યાન અજાણ્યા લુંટારૂઓએ એક મકાનને નિશાન બનાવી બાળકોને બંધક બનાવ્યા હતા અને ઘરમાંથી સોના – ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપીયા મળી કુલ રૂ.૬,૨૨,૦૦૦ની સનસનાટી ભરી લુંટ ચલાવી નાસી ગયાના બનાવ બાદ તપાસમાં જોતરાયેલ પોલીસ સીસીટીવ ફુટેજ સહિત પરિવારજનોના નિવેદનો લેતાં ઘરધણીની પત્નિ ઉપર પોલીસને શંકા જતાં કડક પત્નિની પુછપરછ કરતાં ચોંકાવનારી કબુલાત કરતાં સૌ કોઈના હોશ ઉડી ગયા હતા. પત્નિ દ્વારા છટપુજામાં પતિ દાગીના તથા રોકડા રૂપીયા માંગી લેશે તેવા વિચાર સાથે પત્નિએ તેના પ્રેમી સાથે મળી આ લુંટને અંજામ આપ્યો હોવાની પત્નિએ પોલીસ સમક્ષ કબુલાત કરતાં પોલીસે પત્નિની અટકાયત કરી તેના પ્રેમી સહિત લુંટને અંજામ આપનાર ચાર જણાના ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

ગત તા.૦૯ નવેમ્બરના રોજ દાહોદ શહેરના ગોવિંદ નગર વિસ્તારમાં નગર સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા અને બોરડી રેલ્વે સ્ટેશન ખાતે સ્ટેશન માસ્ટર તરીકે ફરજ બજાવતા અને મુળ બિહારના રહેવાસી એવા રાકેશકુમાર રામેશ્વરસિંહ રાજપુત ઠાકુરના આ મકાનમાં રાત્રીના આઠેક વાગ્યાના સમયગાળા દરમ્યાન તેઓ અને તેમની પત્નિ પોતાના બંન્ને બાળકોના એકજ દિવસે જન્મ દિવસ હોઈ બજારમાં કેક લેવા ગયા હતા અને તેમના બંન્ને બાળકો ઘરે એકલા હતા ત્યારે અજાણ્યા ચાર જેટલા લુંટારૂ ઓએ રાકેશભાઈના મકાનમાં આવી બાળકોને ડરાવી, ધમકાવી મકાનનો દરવાજો ખોલાવ્યો હતો અને મકાનમાંથી રોકડા રૂપીયા ૫૦,૦૦૦૦ અને સોના – ચાંદીના દાગીના મળી કુલ રૂ.૬,૨૨,૦૦૦ની લુંટ ચલાવી નાસી ગયા હતા. આ બનાવ સંદર્ભે રાકેશકુમાર દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી હતી.

હાલ દિવાળીનો તહેવાર હોય અને શહેર સહિત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ દિવાળીના તહેવાર ટાળે ચોરી, લુંટફાટના ગુન્હાઓને અટકાવવાના હેતુસર અને આરોપીઓને ઝડપી પાડવા જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશજોયસ દ્વારા દાહોદ શહેર પોલીસને આ કેસની તલસ્પર્શી તપાસ હાથ ધરી ગંભીરતાથી લેવામાં આવે તેવી સુચના અને માર્ગદર્શન કરતાં પોલીસે આ બનાવનું પગેરૂ મેળવવા સતત ચાર – પાંચ દિવસોથી આ ગુન્હાનો ભેદ ઉકેલવા જોતરાઈ ગઈ હતી. પોલીસ ગોવિંદનગર વિસ્તાર તેમજ નગર સોસાયટીના વિસ્તારોના સીસીટીવી ફુટેજોની તપાસ પણ હાથ ધરી હતી. સીસીટીવી ફુટેજ ચેક કરતાં પોલીસને આશા જનક વિગત મળી આવી હતી બાતમીદારના આધારે પોલીસને મળેલ બાતમીના આધારે પત્નિ ઉપર શંકા ગઈ હતી. પોલીસે રાકેશકુમારની પત્નિ નીલુસિંહ રાકેશકુમારસિંહ ઠાકુરને બોલાવી સઘન પુછપરછ કરતાં નીલુસિંહ પુછપરછમાં ભાંગી પડી હતી અને પોતે આ ગુન્હાને પોતાના પ્રેમી બીટુ ઉર્ફે દવેશ મહેન્દ્રસિંહ નાયક સાથે મળી ગુન્હાને અંજામ આપ્યો હોવાનું જણાવ્યું હતુ. વધુમાં કબુલાતમાં નીલુસિંહે જણાવ્યા અનુસાર, પ્રેમી બીટુને પ્રથમ ૨ લાખ ‚પીયા આપ્યા હતા ત્યાર બાદ ૧૯ ઓક્ટોબરના રોજ નીલુસિંહ બીટુને સોનાનો સેટ, ટીકી નથીયા, ઝુમકી, સાત જોડી એરીંગ, બે બોડ બુટ્ટા, દશ સોનાની વીંટી, સોનાની પાંચ ચેન, છ બંગડી, બે પાટલા, એક મોટો તથા એક નાનો સોનાનો બાર, બે લોકીટ, નાનુ તથા મોટુ મગંળસુત્ર, પાંચ નાકની ચુની, કાનની વાળીઓ, ચાંદીના પાયલ. વીછુડી, ચાંદીની વાટકી, હાથફુલ, કંદોરા રાકેશકુમારસિંહની દશ સોનાની વીટી તેમજ લુંટના દિવસે રૂ.૨,૫૦,૦૦૦ આપ્યા હતા. દિવાળીના તહેવારને લઈ છટપુજા કરવા બિહાર જવાનું હોય અને તે દિવસે દાગીના પહેરવાના હોય તથા રોકડા રૂપીયા જોડે લઈ જવા પતિ રાકેશકુમારસિંહ માંગશે, તો શું કહીશ તેમ વિચારી આ લુંટનો પ્લાન બનાવ્યો હોવાની કબુલાત પત્નિ નીલુસિંહે કરી હતી.
સમગ્ર લુંટની ઘટના પરથી પડદો ઉચકાચા પોલીસ પણ એકક્ષણે સ્તબ્ધત થઈ ગઈ હતી પરંતુ પોલીસને સઘન તપાસની કામગીરીના પગલે આ લુંટના ગુન્હા ઉપરથી પડદો ઉચકાયો હતો અને પોલીસે આ લુંટમાં સંડોવાયેલ બીજા ઈસમોને પણ ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.