દાહોદ, દાહોદની મેગા જીઆઈડીસીમાં શીત કેન્દ્ર સ્ટાફ કવાટર્સમાં રહેતા અને મુળ લીમખેડાના નાનીવાવ ગામના કિરણકુમાર પારસીંગભાઈ નિનામા તેમની ઓફિસ ખરેડી શીત કેન્દ્ર પર ફરજ પર ગયા હતા. ત્યારે લેબર કોન્ટ્રાકટનો કામદાર મિતેશભાઈ વજેસીંગભાઈ માવી તેની ખુરશી પર બેસીને મોબાઈલ વાપરતો હતો જેથી કિરણકુમારે તેને ઓફિસમાં મોબાઈલ વાપરવા પર પ્રતિબંધ છે તુ ઓફિસમાં કામ કર તેમ કહેતા મિતેશ એકદમ ઉશ્કેરાઈ ગાળો બોલવા લાગ્યો હતો. તેમજ ખુરશી માથાના ભાગે છુટ્ટી મારી અને મોઢા પર તમાચો મારી હું મારો મોબાઈલ વાપરૂ છુ તુ તારૂ કામ કર તારે શુ મતલબ તારાથી થાય તે કરી લે…તેમ કહી ઝધડો તકરાર કર્યો હતો. આ દરમિયાન ઓફિસમાં કામ કરતા અન્ય લોકો દોડી આવી કિરણકુમારને છોડાવ્યો હતો. ત્યારે મિતેશે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ સંદર્ભે શીત કેન્દ્રના ઈન્ચાર્જ ટેકનીકલ ઓફિસર કિરણકુમાર પારસીંગભાઈ નિનામાએ હુમલાખોર મિતેશ માવી સામે દાહોદ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.