દાહોદ,દાહોદ શહેર સહિત જીલ્લામાં આજરોજ બપોર બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે સમી સાંજે પવનના સુસવાટા સાથે જીલ્લાના કેટલાંક તાલુકાઓમાં મેઘરાજાએ વિથીવત્ રૂપે પધારમણી કરી હતી, તો બીજી તરફ છેલ્લા ઘણા સમયથી અસહ્ય ગરમીથી ત્રાહિમામ્ પોકારી ગયેલ જીલ્લાવાસીઓને ગરમીથી રાહત પણ મળી હતી.
દાહોદ જીલ્લામાં વિધીવત્ રૂપે મેઘરાજાના આગમનની થવા જઈ રહી છે. ત્યારે આજરોજ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવતાં દાહોદ જીલ્લાના ઝાલોદ, લીમડી, ફતેપુરા, દેવગઢ બારીઆ સહિત કેટલાંક તાલુકાઓમાં મેઘરાજાએ પધરામણી કરી હતી. સમી સાંજના સમયે અમી છાટા તેમજ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. મેઘરાજાની વિધિવત રૂપે પધરામણીને પગલે ખેડુતો મિત્રોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી. ખેડુત મિત્રો ખેતીકામની તૈયારીઓ કરતાં પણ જોવા મળ્યાં હતાં ત્યારે હવે મેઘરાજા મન મુકીને વરસે તેની દાહોદ જીલ્લાવાસીઓ રાહ જોઈ રહ્યાં છે. પવનના સુસવાટા સાથે મેઘરાજાએ પધરામણી કરતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. છેલ્લા ઘણા સમયથી ગરમી તેમજ બફારાથી ત્રાહિમામ્ પોકારી ઉઠેલી જીલ્લાવાસીઓને ગરમીથી મહદઅંશે રાહત મળી હતી.