દાહોદ શહેરની નામાંકિત હોસ્પિટલના ર્ડા.અમીત શુકલા ગુમ થયા બાદ ધરમપુરી નદી માંથી મૃતદેહ મળતાં ડી.એન.એ. રીપોર્ટ કરાવી શુકલા હોવાનું પુરવાર થયા બાદ પરિવાર ફરી ડી.એન.એ.કરવા માંગ કરી

દાહોદ,

દાહોદ શહેરના નામાંકિત હોસ્પીટલમાં ફરજ બજાવતાં ર્ડા. અમીત શુક્લા લગભગ બે મહિના અગાઉ ગુમ થયાં હતા. જેને લઈને ઘણી બધી અફવાઓ અને અપવાદ રૂપી કિસ્સા વચ્ચે એક મહત્વપૂર્ણ ખુલાસાએ સૌ કોઈને આશ્ચર્યચકિત કરી નાખ્યા છે. જેમાં મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ધરમપુરીની એક નદીમાંથી એક બિન વારસી મૃતદેહ મળી આવ્યો હતો.જે બાદ ડોક્ટર અમિત શુક્લા કેસમાં તપાસ કરનાર પોલીસે ડીએનએ કરાવતાં આ ડીએનએ રિપોર્ટમાં આ મૃતદેહ ર્ડા. અમીત શુક્લાનું હોવાનું પુરવાર થતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ હતી પરંતુ ર્ડા. અમીત શુક્લાના પરિવારજનો સહીત તેમના ચાહનારા વર્ગ, સહિત લોકોમાં ઉઠવા પામ્યાં ત્યારે આ મામલાને ગંભીરતાથી લઈ પોલીસ દ્વારા તલસ્પર્શી તપાસ કરવામાં આવે અને ઉચ્ચ લેવલે ડીએનએ રિપોર્ટ ફરી કરાવવામાં આવે તેવી લાગણી અને માંગણી ર્ડા. શુક્લાના શુભચિંતકોમાં ઉદ્ભવવા પામી છે.

દાહોદ શહેરમાં આવેલ અર્બન હોસ્પિટલના ર્ડા. અમીત શુક્લાની મીસીંગને લઈ મોટા સમાચાર સામે આવ્યાં છે. ગત તા. 25 ઓગષ્ટના રોજ સવારે સાડા છ વાગ્યાના આસપાસ ર્ડા. અમીત શુક્લા ઈન્દૌર જવા માટે પોતાની કારમાં સવાર થઈ ઘરેથી નીકળ્યાં હતાં. ત્યારથી ર્ડા. અમીત શુક્લા મીસીંગ હતાં. આ સંદર્ભે તેઓના પરિવારજનો દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે ર્ડા. અમીત શુક્લાની ગુમસુદાની જાણ પણ કરવામાં આવી હતી. આ બાદ મધ્યપ્રદેશમાં આવેલ નર્મદા નદીના મોરટક્કા પુલ પાસેથી તેમની ફોર વ્હીલર ગાડી તેમાંથી મોબાઈલ ફોન, પર્સ વિગેરે મળી આવ્યાં હતાં. આ બાદ મધ્યપ્રદેશની પોલીસ દ્વારા નર્મદા નદીમાં 10 દિવસ સુધી ર્ડા. અમીત શુક્લાની શોધખોળ પણ આદરી હતી પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો ત્યારે બીજી તરફ તારીખ 28મી ઓગષ્ટના રોજ ધાર જિલ્લાના ધરમપુરી ખાતેની નદીમાંથી એક મૃતદેહન મળી આવ્યો હતો. આ મામલે મધ્યપ્રદેશની પોલીસે મળી આવેલ મૃતદેહના પરિવારજનોની શોધખોળ પણ આદરી હતી પરંતુ મૃતદેહના કોઈ પરિવારજનો મળી આવ્યાં ન હતાં. આખરે પોલીસને ક્યાંકને ક્યાંક આ મૃતદેહ ર્ડા. અમીત શુક્લાનો હોવાનો શંકા જતાં આ સંદર્ભે મધ્યપ્રદેશ પોલીસ દ્વારા ર્ડા. અમીત શુક્લાના પરિવારજનોનો સંપર્ક કરી ડીએનએ કરવાની વાત કરી હતી અને પોલીસે તારીખ 9 સપ્ટેમ્બરના રોજ ર્ડા. અમીત શુક્લાના પુત્રના ડીએનએ નમુના લઈ મળી આવેલ મૃતદેહના ડીએનએ સાથે મેચ કરાવવા સારૂં ડીએનએ માટે મોકલી આપ્યાં હતાં ત્યારે 28 ઓક્ટોબરના રોજ પોલીસ પાસે આવી ગયા હતા અને ત્યારબાદ પોલીસે પરિવારજનોને આ ડીએનએની રિપોર્ટ મોકલતા આજરોજ પરિવારજનોને ડીએનએ રિપોર્ટ મળ્યો હતો જેને જોઈને સૌ કોઈ ચોંકી ગયાં હતાં. મળી આવેલ મૃતદેહ અને ર્ડા. અમીત શુક્લાના પુત્રના ડીએનએ રિપોર્ટ મેચ થઈ જતાં આ મળી આવેલ મૃતદેહ ર્ડા. અમીત શુક્લાનો હોવાનું પોલીસ દ્વારા ડીએનએ રિપોર્ટ દ્વારા પુરવાર કરી દેવામાં આવ્યું છે ત્યારે હાલ પણ લોકોમાં અનેક સવાલો ઉઠવા પામ્યા છે જેમાં જે મૃતદેહ મળી આવ્યો હતો તેના કપડા પણ ન હતા અને માથે વાળ પણ ન હતા તો બે દિવસની અંદર મળી આવેલ મૃતદેહના કપડા ગાયબ ના થાય અને માથાના વાળ પણ ના જાય. આવા સવાલો સાથે આ ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસ દ્વારા આ મામલે મળી આવેલ મૃતદેહનો ફરી ઉચ્ચ સ્તરી ડીએનએ કરાવવામાં આવે તેવી લાગણી અને માંગણી લોકોમાં ઉઠવા પામી છે પરંતુ હાલ તો ર્ડા. અમીત શુક્લા નથી રહ્યાંના સમાચારથી સૌ કોઈમાં આઘાત લાગી રહ્યો છે. પરિવારજનો પણ આ મામલે ક્યાંકને ક્યાંક સ્વીકારી રહ્યાં નથી અને મામલાની ગંભીરતાને લઈ મધ્યપ્રદેશ પોલીસ અને દાહોદ પોલીસ તલસ્પર્શી તપાસનો ધમધમાટ આરંભ કરે તે અત્યંત જરૂરી છે. વધુમાં જાણ્યા મળ્યા અનુસાર ડોક્ટર અમિત શુક્લાના પરિવારજનો ખાનગી લેબમાં કરાવવાની મધ્યપ્રદેશ સરકાર પાસે માંગ કરશે. કેમ હાલના તબક્કે જણાવી રહ્યું છે.