દાહોદના શહેરોમાં વેગવંતુ બન્યુ મતદાન જાગૃતિ અભિયાન: મહત્તમ મતદાન થાય તે હેતુથી દાહોદ જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન.

દાહોદ,લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત દાહોદ જીલ્લામાં આગામી 7મી મેના રોજ મતદાન થનાર છે. ત્યારે જીલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉમેળકાભેર સહભાગી થાય અને મુક્તરીતે મતદાન કરી શકે તેવા સક્રિય પ્રયાસો દાહોદ જીલ્લામાં જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરાઇ રહ્યા છે.

જીલ્લા ચુંટણી અધિકારી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં અનેક મતદાન જાગૃતિના કાર્યક્રમો થઈ રહ્યા છે. જે અંતર્ગત દાહોદ જીલ્લામાં મતદાર જાગૃતતા રેલી યોજી હતી. મતદાર જાગૃતતા રેલીને મદદનીશ ચુંટણી અધિકારી નીલાંજસા રાજપૂત અને મામલતદાર મનોજ મિશ્રા એ લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

દાહોદ તાલુકાના મધ્યાહન ભોજનના તમામ કર્મયોગીઓ અને દાહોદ પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીના કર્મયોગીઓ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ના કર્મચારી મિત્રો એ આ રેલીમાં મત માટે અપીલ કરતા અનેક સુત્રો સાથેના પ્લે બોર્ડ પણ નિદર્શિત કરાયા હતા આ રેલી દાહોદ શહેરના વિવિધ માર્ગો પર મતદાન અવશ્ય કરોના સૂત્રો સાથે નીકળી હતી. તમામને મતદાન કરવા પ્રોત્સાહિત કરી, ચૂંટણીમાં અચૂક મતદાન કરવા અને કરાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. લોકોએ પણ લોકશાહીના પર્વમાં ભાગ લેવા પ્રતિબધ્ધતા દર્શાવી હતી. સૌ કર્મયોગી મિત્રો એ સાથે મતદાન કરશે તેવી પ્રતિજ્ઞા લીધી હતી.