દાહોદ શહેર તિરંગા યાત્રાને લઇ શહેર દેશ માટે જાગૃત કરવા અને દેશભક્તિ ના ગીતો થી ગુજી ઉઠ્યું હતું

  • તિરંગા યાત્રા દોડ કિલોમીટર લાંબી યોજાઇ હતી.
  • દાહોદમાં તાલુકા અને શહેર ભાજપ દ્રારા તિરંગા યાત્રા ધારાસભ્ય કનૈયાલાલ ની આગેવાની મા યોજાઇ હતી અને તિરંગાઓનું વિતરણ કરાયું.

દેશમાં 78 માં આઝાદીના પર્વને લઈને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જીલ્લાના અને તાલુકાઓના અલગ અલગ ગામોમાં રાજકીય પક્ષો અને સરકારી કાર્યક્રમો અંતર્ગત તિરંગા યાત્રાઓ યોજી દેશની ભાવના દરેક ભારતીય નાગરિકના દીલમાં જગાવી રહ્યા છે, તે જ અંતર્ગત દાહોદ તાલુકા ભાજપ અને શહેર ભાજપના સંયુક્ત ઉપક્રમે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીની આગેવાની હેઠળ તિરંગા યાત્રા યોજવા માટેનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો.

જેમાં ગોવિંદ નગરના પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે ભારતીય જનતા પાર્ટીના તાલુકાના અને શહેરના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ભેગા થયા હતા. ત્યાં એક મીટીંગ યોજવામાં આવી હતી અને મીટીંગ બાદ હર ઘર તિરંગા લગાવવા માટે તિરંગાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ દાહોદ તાલુકા અને શહેર ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો તેમજ દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. જે તિરંગા યાત્રા પ્રસંગ પાર્ટી પ્લોટ ગોવિંદ નગર ખાતેથી નીકળી તાલુકા પંચાયત થઈ માણેક ચોક થઈ નગરપાલિકા ખાતે તેનું સમાપન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનો હેતુ માત્રને માત્ર 78 માં આઝાદીના પર્વને લઈને નાગરિકોના દિલોમાં દેશની ભાવના વધે તે અંતર્ગત તિરંગા યાત્રા યોજવામાં આવી હતી.